બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red Alert, Fishermen advised not to venture into sea, 'Heavy' rains across Gujarat for next 5 days

હવામાન વિભાગ / રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, સમગ્ર ગુજરાતમાં આગામી 5 દિવસ 'ભારે' વરસાદ

Malay

Last Updated: 04:37 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

 

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
  • "સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર વરસાદની સંભાવના"

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે. હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે. 

May be an image of 2 people, body of water and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM રિમ-ઝીમ ઝીમ ગીરે સાવન... આગામી પાંચ દિવસમાં ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી, સાત અને આઠ જુલાઈએ ભારે વરસાદ પડશે."

5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.  તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે. 

માછીમારોને દરિયામાં ન જવાની સૂચના 
તેમણે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે માછીમારોએ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. 

આ જિલ્લાઓમાં થશે આવતીકાલે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  

8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ