બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / reason why you feel excessive sleep in winter

આળસ દૂર / સિઝનલ ઈફેક્ટ ડિસઓર્ડર: શિયાળા ખૂબ જ ઉંધ આવે છે? બચવા કરો લાઇફસ્ટાઇલમાં આ બદલાવ

Manisha Jogi

Last Updated: 07:48 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ઉઠવાની ઈચ્છા થતી નથી અને ઊંઘ આવે છે. ઋતુગત ફેરફારને કારણે આ પ્રકારે થાય છે. શિયાળામાં વધુ ઊંઘ શા માટે આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શિયાળો આવતા શરીર આળસનું ઘર બની જાય છે
  • ઋતુગત ફેરફારને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે
  • શિયાળામાં વધુ ઊંઘ શા માટે આવે છે?

શિયાળો આવતા શરીર આળસનું ઘર બની જાય છે. સવારે ઉઠવાની ઈચ્છા થતી નથી અને ઊંઘ આવે છે. ઋતુગત ફેરફારને કારણે આ પ્રકારે થાય છે. શિયાળામાં વધુ ઊંઘ શા માટે આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઋતુગત ફેરફાર
શિયાળાની શરૂઆત થતા તાપમાન ઠંડુ થવા લાગે છે અને દિવસ ટૂંકો થવા લાગે છે. સૂર્યાસ્ત વહેલો થઈ જાય છે, જેના કારણે વધુ તડકો ના મળવાને કારમે શરીરમાં વિટામીન ડીની ઊણપ  વર્તાવા લાગે છે. જેના કારણે વધુ ઊંઘ અને થાક જેવી તકલીફ થવા લાગે છે. ઠંડા તાપમાનને કારણે મેટાબોલિઝમ વધી શકે છે, જેના કારણે વધુ ભૂખ લાગે છે અને વધુ ઊંઘ આવે છે. 

શારીરિક પ્રક્રિયામાં ઘટાડો
શિયાળો શરૂ થતા લોકો કસરત કરવાનું બંધ કરી દે છે અને એક જગ્યાએ બેસવાનું વધુ પસંદ કરે છે. શારીરિક પ્રક્રિયામાં ઘટાડો થવાને કારણે આળસ અને ઊંઘ આવવા જેવી પરેશાની થઈ શકે છે. 

ખાણીપીણીમાં બદલાવ
શિયાળામાં દૂધ, દહીં અને પનીરનું વધુ સેવન કરવામાં આવે છે. ડેરી પ્રોડક્ટનું વધુ માત્રામાં સેવન કરવાથી વધુ ઊંઘ આવે છે. 

સીઝનલ ઈફેક્ટ ડિસઓર્ડર
ઋતુગત ફેરફાર થવાને કારણે માનસિક આરોગ્ય પર પણ અસર થાય છે, જેમાંથી એક સીઝનલ ઈફેક્ટ ડિસઓર્ડર પણ છે. જે ડિપ્રેશનનો એક પ્રકાર છે. આ ડિસઓર્ડર ગરમીમાં પણ થાય છે, પરંતુ શિયાળામાં વધુ થાય છે. જેના કારણે વ્યક્તિએ તણાવનો સામનો કરવો પડે છે, ગુસ્સો આવે છે અને વ્યક્તિ ચિડીયુ થઈ જાય છે. જેના કારણે વધુ ઊંઘ આવે છે. 

આ સમસ્યાથી બચવાના ઉપાય

  • તડકામાં બેસવું
  • ફળ અને શાકભાજીનું સેવન
  • દરરોજ 20-30 મિનિટ કસરત કરવી
  • સવારે વહેલા ઉઠવાની કોશિશ કરો

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ