બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rbi will announce mpc meeting decisions today may keep repo rate unchanged

RBI Policy / RBI ગવર્નર આજે કરશે MPCમાં લીધેલા નિર્ણયોની જાહેરાત, રેપો રેટમાં કોઈ જ ફેરફારની સંભાવના નહીં

Arohi

Last Updated: 08:43 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI MPC Meeting Results Today: તમારા લોનની EMI વધશે કે નહીં તે RBIના આજના ક્રેડિટ પોલિસીના પરિણામથી સ્પષ્ટ થશે. જોકે મોટાભાગના નિષ્ણાંતોનું માનવું છે કે RBI હાલના રેટ યથાવત રાખી શકે છે.

  • ત્રણ દિવસની છે RBIની MPCની બેઠક 
  • આજે 10 ઓગસ્ટે થશે સમાપ્ત 
  • તમારી EMIમાં થશે કોઈ ફેરફાર? 

RBI આજે MPCની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરશે. RBIની ત્રણ દિવસની MPCની બેઠક 8 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને આજે 10 ઓગસ્ટે પુરી થશે. આજે RBIની બેઠકની જાહેરાતથી એ વાતની જાણકારી મળી જશે કે કેન્દ્રીય બેંક દેશમાં વ્યાજ નક્કી કરનાર પોલિસી રેટમાં ફેરફાર કરશે કે નહીં. 

વધતી મોંઘવારીના મુદ્દા પર RBI આપશે ધ્યાન 
RBI ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ RBIની નાણાકીય નીતિ સમિતિના સદસ્યોના નિર્ણયના વિશે જાણકારી આપશે. લગભગ બધા આર્થિક જાણકારોનું માનવું છે કે RBIની તરફથી નાણાકીય વર્ષ 2023-24ની આ ત્રીજી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ચેન્જ નથી થવાનો. દેશમાં વધતી મોંઘવારીના મુદ્દે પણ RBI ગવર્નર ધ્યાન આપશે અને તેના અનુસાર નિર્ણય લેશે. 

રેપો રેટમાં ફેરફારની સંભાવના નહીં 
મોટાભાગના નાણાકીય જાણકારોનું માનવું છે કે RBI રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે અને હાલના 6.5 ટરાના રેટ પર યથાવત રાખશે. દેશમાં મોંઘવારી એક પડકાર બની રહી છે અને જીડીપી ગ્રોથ માટે આ કારણ અવરોધ બની શકે છે. આ વિષયને RBI ગવર્નર ધ્યાનમાં રાખશે અને પોતાનો નિર્ણય સંભળાવશે. 

નાણાકીય વર્ષ 2022-23માં 2.5 ટકા વધ્યો રેપો રેટ 
નાણાકીય વર્ષ 2022-23 એટલે કે ગયા નાણાકીય વર્ષમાં આરબીઆઈએ કુલ છ વખત રેપો રેટને 2.5 ટકા વધારી દીધો હતો અને તેને 4 ટકાથી વધારીને 6.5 ટકા પર લઈ આવ્યા હતા. આ નાણાકીય વર્ષની પહેલી બે ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈએ વ્યાજના રેટમાં કોઈ ચેન્જ નથી કર્યો. એપ્રિલ અને જૂન 2023માં આ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા છે.

તમારા EMI પર નહીં પડે અસર 
જો આરબીઆઈ રેટમાં ફેરફાર નહીં કરે તો બેંકની પાસે પણ પોતાની લોનના રેટને વધારવા માટે કોઈ કારણ નહીં રહે. એવામાં તમારી ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ