બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / RBI says that Indians are failed to save the money, shared net financial saving report

બિઝનેસ / જેટલું કમાય છે એ બધુ ઉડાઈ રહ્યાં છે ભારતીયો, ના હોય તો ઉધાર લઈને કરે છે ખર્ચા, બચતમાં સાવ પાછળ: RBIના રિપોર્ટમાં ખુલાસો

Vaidehi

Last Updated: 03:35 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ રિપોર્ટમાં ખુલાસો કરતાં કહ્યું કે ભારતમાં લોકો કમાણીની સરખામણીએ બચત કરવામાં ઘણાં પાછળ છે. લોકો લોન લઈને પોતાના મોજ-શોખ પૂરાં કરી રહ્યાં છે.

  • RBIએ લોકોની આવક અને ખર્ચને લગતાં રિપોર્ટ આપ્યાં
  • કહ્યું કે ભારતીયો બચત કરવામાં ઘણાં પાછળ
  • લોન લઈને પણ મોજ-શોખ પૂરા કરે છે

કોઈપણ દેશમાં લોકોની આવક કેટલી વધી કે ઘટી રહી છે તેના માપન માટે કેપિટા ઈનકમની મદદ લેવામાં આવે છે. એટલે કે દેશનાં લોકોની વ્યક્તિદીઠ આવક કેટલી છે તે જાણવામાં આવે છે. આપણા દેશની વાત કરીએ તો ભારતનાં લોકોની આવક તો વધી રહી છે પણ પૈસાની બચત નથી થઈ રહી. સામાન્ય ભાષામાં કહીએ તો લોકો જે કમાઈ રહ્યાં છે તે બધું જ ઊડાડી રહ્યાં છે. RBIએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.

લોન લઈને પણ મોજ-શોખ પૂરા કરે છે
ભારતીય રિઝર્વ બેંકની હાઉસહોલ્ડ એસેટ અને લાયબિલિટીઝની રિપોર્ટ અનુસાર ભારતમાં હાઉસહોલ્ડ સેવિંગ 50 વર્ષનાં સૌથી નીચેનાં સ્તર પર આવી ગઈ છે. તેના કારણે લોકો લોન લે છે. ચિંતાનો વિષય તો એ છે કે લોકો બચત તો દૂર લોન લઈને મોજ શોખ પૂરા કરી રહ્યાં છે. RBIનાં આંકડા અનુસાર 2022-23 દરમિયાન ભારતની હાઉસહોલ્ડ સેવિંગ ઘટીને 5.1%  પર આવી ગઈ છે.

શું કહે છે આંકડાઓ?
RBIની રિપોર્ટ અનુસાર ભારતની જીડીપીનાં હિસાબથી બચતનાં આંકડાઓ જોઈએ તો નેટ સેવિંગ ઘટીને 13 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આ આંકડો છેલ્લા 50 વર્ષોમાં સૌથી ઓછો છે. RBIની રિપોર્ટ અનુસાર તેની પાછળ મોંઘવારી એક મહત્વનું કારણ છે. મોંઘવારીનાં લીધે લોકો બચત નથી કરી શક્યાં. અને જરૂરિયાતો પૂરી કરવા માટે લોનનો સહારો લેવો પડે છે.

લોનનું ભારણ વધ્યું
RBIની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોની ફાઈનેંશિયલ લાયબિલિટી ઝડપથી વધી રહી છે. જેના કારણે લોકો નાની-નાની વસ્તુઓ માટે પણ લોન લે છે. વર્ષ 2021-22માં ફાઈનેંશિયલ લાયબિલિટીઝ માત્ર 3.8% હતી. જે વર્ષ 2022-23માં વધીને 5.8% થઈ ગઈ છે. આજનાં સમયમાં લોકો જમીન, મકાન, દુકાન ખરીદવા માટે લોન લઈ રહ્યાં છે. સાથે જ લગ્ન અથવા તો હનીમૂન માટે પણ લોન લઈ રહ્યાં છે. કોરોના બાદ લોકોનું કંઝપ્શન વધી ગયું છે. લોકોની કમાણી તો વધી છે પરંતુ કમાણીની સરખામણીએ ખર્ચ ઘણો વધી ગયો છે.

કમાણી તો વધી ગઈ પણ ખર્ચાનું શું?
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેંટેશનનાં આંકડાઓ અનુસાર ભારતનાં લોકોની ઈનકમમાં વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતની પર કેપિટા ઈનકમ વર્ષ 2011-12ની સરખામણીએ 35% વધી છે. વર્ષ 2014-15માં ભારતનાં લોકોની પર કેપિટા ઈનકમ 72805 રૂપિયા હતી જે વર્ષ 2022-23માં વધીને 98374 રૂપિયા થઈ છે. પણ સામે પક્ષે મોંઘવારી અને ખર્ચામાં પણ ઘણો વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ