ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / rbi governor on inflation says expected to ease in second half of the year

આનંદો / મોંઘવારી માત્ર થોડા દિવસની મહેમાન, સામાન્ય માણસને મળશે રાહત, RBI ગવર્નરે કર્યો મોટો દાવો

Published By: Mayur

Last Updated: 08:03 AM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI નાં ગવર્નર Shaktikanta Das દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ઓકટોબર મહિનાની આસપાસ મોંઘવારીમાં ઘટાડો થશે, વર્ષનાં બીજા હાંફમાં ફુગાવો પણ ઓછો થશે.

ADVERTISEMENT

  • મોંઘવારીમાં મળશે રાહત 
  • RBIના ગવર્નર શક્તિકાંત દાસે કર્યો દાવો 
  • વર્ષનાં બીજા હાફમાં ઘટશે ફુગાવો 

મોંઘવારીના મોરચે સામાન્ય માણસને આગામી થોડા મહિનામાં રાહત મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ફુગાવો સાધારણ રહેવાની ધારણા છે.

ફુગાવાને અંકુશમાં લેવા તમામ પગલાં લઈશું 

આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે સેન્ટ્રલ બેંક ફુગાવાને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારના નાણાકીય પગલાં ચાલુ રાખશે. આનાથી મજબૂત અને સ્થાયી વૃદ્ધિ હાંસલ કરવામાં દેશ સક્ષમ બનશે. તેમણે કહ્યું હતું કે વૃદ્ધિને લઈને સારા સંકેતો છે.

બીજા  છ મહિનામાં ફુગાવો સાધારણ રહેવાની અપેક્ષા 
કૌટિલ્ય ઈકોનોમિક કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં બોલતા RBI ગવર્નરે કહ્યું હતું કે ફુગાવો એ દેશની આર્થિક સંસ્થાઓમાં જનતાના વિશ્વાસનું માપ છે. ગવર્નરે કહ્યું કે, હાલમાં પુરવઠાની સ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે. કેટલાક High Frequency Indicator 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) સુધારણા સ્થિતિસ્થાપકતા તરફ નિર્દેશ કરે છે. તેથી, અમારું અનુમાન છે કે 2022-23ના બીજા ભાગમાં ફુગાવો ધીમે ધીમે ઓછો થઈ શકે છે.

નાણાકીય સ્થિરતા માટે મૂલ્ય સ્થિરતા જરૂરી 
તેમણે કહ્યું હતું કે નાણાકીય સ્થિરતા જાળવવા માટે ભાવની સ્થિરતા પણ મહત્વપૂર્ણ છે. તેથી સેન્ટ્રલ બેંક વ્યાપક આર્થિક સ્થિરતા જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેશે. દાસે જણાવ્યું હતું કે જો કે આપણા નિયંત્રણની બહારના પરિબળો પણ ફુગાવાને ટૂંકા ગાળામાં અસર કરી શકે છે, પરંતુ મધ્યમ ગાળામાં તેની હિલચાલ નાણાકીય નીતિ દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી મોનેટરી પોલિસીએ ફુગાવાને સ્થિર કરવા માટે સમયસર પગલાં લેવા જોઈએ. આની મદદથી અર્થવ્યવસ્થાને મજબૂત સ્થિતિમાં રાખી શકાય છે અને ટકાઉ વિકાસના માર્ગ પર આગળ વધી શકાય છે.

6.7 ટકા હતું ફૂગવાનું અનુમાન 

તેમણે વધુમાં કહ્યું કે અમે આર્થિક સ્થિરતા સ્થિરતા જાળવવા અને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે અમારી નીતિઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું. દાસે એ પણ માહિતી આપી હતી કે મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની એપ્રિલ અને જૂનની બેઠકોમાં 2022-23 માટે ફુગાવાના અનુમાનને સુધારીને 6.7 ટકા કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Inflation RBI rbi governor shaktikanta das ગુજરાતી ન્યૂઝ RBI Governor Shaktikanta Das

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ