ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja ruled out of t20 world cup 2022

BIG NEWS / ટીમ ઈંડિયાને મોટો ફટકો, વર્લ્ડ કપમાં નહીં રમી શકે સર રવિન્દ્ર જાડેજા, બીજા બે ખેલાડીઓએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

Published By: Pravin

Last Updated: 02:34 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરથી યોજનારા ટી 20 વર્લ્ડ કપ માટે આ અઠવાડીયે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. આ અગાઉ ટીમ ઈંડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે.

ADVERTISEMENT

  • ટી 20 વર્લ્ડ કપને લઈને આવ્યા મોટા સમાચાર
  • ટી 20 વર્લ્ડ કપમાંથી રવિન્દ્ર જાડેજા આઉટ
  • આ બે ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરથી યોજનારા ટી 20 વર્લ્ડ કપ માટે આ અઠવાડીયે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. આ અગાઉ ટીમ ઈંડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે જ્યારે સામે એક ગુડ ન્યૂઝ પણ આવ્યા છે. 

સારી બાબત એ છે કે, ઈજાગ્રસ્ત જસપ્રિત બૂમરાહ અને હર્ષલ પટેલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. તેઓ આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં શામેલ થઈ શકે છે. તો વળી ટીમ માટે એક માઠા સમાચાર એ છે કે, ઈજાગ્રસ્ત ઓલરાઉંડર રવીન્દ્ર જાડેજા આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. 

એક રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી સામે આવી છે. તેમાં કહેવાયુ છે કે, જાડેજાના બંને ઘુંટણમાં ઈજા થયેલી છે, જેનું હવે સફળ ઓપરેશન થયું છે. આ સર્જરીના કારણે જ જાડેજા ટી 20 વર્લ્ડ કપ સુધી ફિટ થવાની સંભાવના ખૂબ જ નહીંવત છે. તેથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 

જાડેજાએ ખુદ સર્જરીની જાણકારી આપી હતી

આપને જણાવી દઈએ કે, જાડેજાએ થોડા દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. સાથે જ સર્જરીની જાણકારી પણ આપી હતી. તે ફટાફટ મેદાનમાં પાછા આવવાની કોશિશ કરશે. 

જાડેજાએ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, સર્જરી સફળ રહી, ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો, જેમનો આભાર. તેમાં બીસીસીઆઈ, મારા ટીમમેટ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર અને ફેન્સ સામે લે છે. બને તેટલું ઝડપી હું ક્રિકેટ ફીલ્ડમાં પાછો આવવાની કોશિશ કરી. શુભકામનાઓ માટે આપ સૌનો આભાર.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Ravindra Jadeja Sports News t20 world cup 2022 Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ