બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Ratan Tata Deepfake Video: Deepfake Video Makers Don't Spare Even Industrialist Ratan Tata!, Scam Created

લો બોલો ! / હવે રતન ટાટા પણ થયા Deepfake વીડિયોના શિકાર, જાતે સ્ટોરી શેર કરીને આપી જાણકારી, જાણો શું છે સમગ્ર મામલો

Pravin Joshi

Last Updated: 12:20 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ અભિનેત્રી રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, કાજોલ અને પ્રિયંકા ચોપરાના ડીપફેક વીડિયો સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં તમામ અભિનેત્રીઓને વાંધાજનક સ્થિતિમાં બતાવવામાં આવી હતી.

  • દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા પણ ડીપફેકનો શિકાર બન્યા
  • રતન ટાટાએ પોતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ડીપફેક વીડિયો વિશે માહિતી આપી
  •  વીડિયો દ્વારા એવું બતાવ્યું કે ટાટાએ 100% વળતરની ગેરંટી સાથે રોકાણની વાત કરી 

હાલમાં ઘણી અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સામે આવ્યા બાદ મુંબઈમાં હલચલ મચી ગઈ હતી. હવે વધુ એક ડીપફેક વીડિયો દ્વારા દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાને પણ શિકાર બનાવવામાં આવ્યા છે. રતન ટાટાએ પોતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના ડીપફેક વીડિયો વિશે માહિતી આપી છે. રતન ટાટાએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ફેક છે. આ ડીપફેક વીડિયો દ્વારા બતાવવામાં આવ્યું હતું કે રતન ટાટાએ 100% વળતરની ગેરંટી સાથે રોકાણની વાત કરી છે. રતન ટાટાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેનો ડીપફેક વીડિયો સોના અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. રતન ટાટાએ પોતાનો આ વીડિયો જાહેર કર્યો છે અને તેના પર 'ફેક' લખ્યું છે.

રતન ટાટાએ ખુલાસો કર્યો 

સોના અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા રતન ટાટાના ડીપફેક વીડિયોમાં તેણે પોતાને ટાટાના મેનેજર તરીકે ગણાવ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે રતન ટાટા એક સ્કીમમાં રોકાણની ભલામણ કરી રહ્યા છે અને તેને જોખમ મુક્ત ગણાવી રહ્યા છે. સોના અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા ડીપફેક વીડિયોમાં તેણીએ લખ્યું કે ભારતમાં દરેક માટે રતન ટાટા તરફથી ભલામણ. તમારી પાસે આજે 100% ગેરંટી સાથે જોખમ રહિત તમારું રોકાણ વધારવાની તક છે. આ માટે હવે ચેનલ પર જાઓ. આ વીડિયોમાં સોના અગ્રવાલે એવા મેસેજ પણ બતાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે લોકોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. હવે રતન ટાટાએ ખુલાસો કર્યો છે કે તેમણે ક્યારેય આવા રોકાણની વાત નથી કરી.

અનેક અભિનેત્રીઓ પણ બની શિકાર

અગાઉ અભિનેત્રી રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, કાજોલ અને પ્રિયંકા ચોપરાના ડીપફેક વીડિયો સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં તમામ અભિનેત્રીઓને વાંધાજનક સ્થિતિમાં બતાવવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ જાહેરમાં ડીપ ફેક વીડિયો સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી છે. એવું માનવામાં આવે છે કે IT મંત્રાલય ટૂંક સમયમાં ડીપફેક વીડિયો સામે નિયમો લાગુ કરશે. આઇટી મંત્રાલયે અગાઉ સોશિયલ મીડિયા સાઇટ્સને આવા ડીપફેક વીડિયો દૂર કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ