બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rape case filed by Bulgarian girl against Rajiv Modi, owner of Cadila Pharmaceutical

અમદાવાદ / દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર પોલીસના ચાર હાથ?, બલ્ગેરિયન યુવતીના વકીલના મોટા ઘટસ્ફોટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:31 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bulgarian girl Rape case: બલ્ગેરિયન યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે અત્યાર સુધી યુવતીને માત્ર 1 સમન્સ યાદી મળી હતી.જો કે યુવતીના આરોપને લઇને પોલીસે હજી સુધી કોઇ પૂછપરછ કરી નથી

બલ્ગેરિયન યુવતી દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ચકચાર મચી છે.ત્યારે રાજીવ મોદી સામે કેસ નોંધાયા બાદ યુવતી બલ્ગેરિયા ચાલી જતાં વિવાદ થયો છે.યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ દેશ છોડી દીધા બાદ યુવતીએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

બલ્ગેરિયન યુવતીના વકીલે શું કહ્યું ?
જે બાદ કોર્ટની સુનાવણીમાં યુવતી હાજર ન રહેતાં યુવતીના વકીલે નિવેદન આપ્યું છે.બલ્ગેરિયન યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે અત્યાર સુધી યુવતીને માત્ર 1 સમન્સ યાદી મળી હતી.જો કે યુવતીના આરોપને લઇને પોલીસે હજી સુધી કોઇ પૂછપરછ કરી નથી.યુવતીના વકીલે એમ પણ જણાવ્યું કે, યુવતીને 8 સમન્સ મોકલાયાની ચર્ચા છે જો કે એ પ્રકારના કોઇ પણ સમન્સ મળ્યા નથી.

વાંચવા જેવું: ગુજરાતનાં ખેડૂતોને નવી મુસીબત: સિઝનમાં જ ગગડ્યો રાયડાનો ભાવ, ભેજના કારણે રિજેક્ટ થઈ રહ્યો છે પાક

અગાઉ રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા હતા
આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા.જોકે આ બધાની વચ્ચે અચાનક 15 ફેબ્રુઆરીએ રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા.આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે અહીં બીજી વિગતો એ સામે આવી હતી.આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bulgarian Rape case Cadila Pharmaceutical Cadila Rajiv Modi Case girl Rape case બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ Bulgarian girl Rape case

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ