બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Rajya Sabha Elections: BJP can win with Congress MLAs to win 3rd seat

રાજનીતિ / રાજ્યસભા ચૂંટણી: ત્રીજી બેઠક જીતવા કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપ કરી શકે છે આવું...

Published By: Intern

Last Updated: 08:01 PM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. ત્યારે  ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોમાં ધમધમાટ ચાલી રહ્યો છે. બંને પક્ષમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના ત્રણ સાંસદ શંભુ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી નિવૃત્ત થઈ રહ્યા છે.

  • ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે
  • ચાર પૈકી કોંગ્રેસને બે બેઠક ન મળે એ દિશામાં ભાજપે કવાયત આરંભી છે
  • રાજ્યસભા ચૂંટણીમાં એક બેઠક જીતવા 37 મતો જોઈએ

ચાર પૈકી કોંગ્રેસને બે બેઠક ન મળે એ દિશામાં ભાજપે કવાયત આરંભી છે. જો કે, આ વેળા કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગને બદલે તેમને મતદાનમાં ગેરહાજર રાખીને અથવા વોટિંગમાં ભૂલ કરાવીને ત્રીજી બેઠક જીતવા ભાજપે રણનીતિ અપનાવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યસભા

રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હાલ ભાજપની ત્રણ બેઠકો હોવાથી ભાજપ હવે એક પણ બેઠક ગુમાવવા તૈયાર નથી. વર્ષ 2017 અને છેલ્લે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવ્યા બાદ આ વખતે ક્રોસ વોટિંગને બદલે કોંગ્રેસના ત્રણ-ચાર ધારાસભ્યો ગેરહાજર રાખી અથવા પ્રેફરન્સ વોટિંગ એકડો ઘૂંટવામાં ભૂલ કરાવી સેકેન્ડ પ્રેફરન્સ અર્થાત બગડાના બળે ત્રીજી બેઠક જીતવાની રણનીતિ માટે ભાજપ પ્રયત્ન કરી રહ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

26મી માર્ચના વોટિંગ પૂર્વે કોંગ્રેસ 73 ધારાસભ્યોને અકબંધ રાખવા ગુજરાત બહાર રાજસ્થાન અથવા મધ્યપ્રદેશ લઈ જશે. વિધાનસભામાં 180 પૈકી ભાજપના 103, કોંગ્રેસના 73, એક અપક્ષ, એક એનસીપી અને બે બીટીપીના ધારાસભ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં એક બેઠક જીતવા 37 મતો જોઈએ. માટે કોંગ્રેસ 73 અને એક અપક્ષ જિજ્ઞેશ મેવાણી એમ 74 સભ્યોથી બેઉ બેઠકો જીતી શકે. 

પરંતુ, 74 પૈકી ચારથી વધુ ધારાસભ્યો ગેરહાજર રહે અથવા એકડો, બગડો ધૂંટવામાં ભૂલ કરે તો કુલ મતદાન 176નું થાય અને એક બેઠક જીતવા 36 ધારાસભ્યોના વોટની જરૂર પડે. આ સંજોગોમાં કુલ 34 ફસ્ટ પ્રેફરન્સના મતો મેળવી તેમાં બગડા (સેન્કન્ડ પ્રેફન્સ)થી ત્રીજી બેઠક કબ્જે કરે તેવું ગણિત ભાજપ ગણી શકે તેવી જોરદાર ચર્ચા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Rajya Sabha congress gujarat politics કોંગ્રેસ ગુજરાત ભાજપ રાજનીતિ રાજ્યસભા politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ