ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot royal Mandhata Singh breaks silence amid Rupala protest
Last Updated: 12:07 PM, 9 April 2024
ADVERTISEMENT
રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ હાલ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ અમુક ગામો તેમજ સોસાયટીઓમાં ભાજપનાં લોકોને પ્રવેશબંધી ફરમાવતા બેનર પણ લાગ્યા છે. ત્યારે આ બાબતે રાજકોટનાં રાજવી માંધાતાસિંહે મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ
આ બાબતે રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 1 એપ્રિલ 2024 સુધીમાં 18 વર્ષ પુરા કરનાર યુવાનો લોકસભા ચૂંટણીમાં કરી શકશે મતદાન
શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ: માંધાતાસિંહ
ત્યારે પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને પણ માંધાતાસિંહે પ્રતિક્રિયા આપી હતી કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુઃખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો