બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Today is the last day to register your name in the voter list
Last Updated: 01:38 PM, 9 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મતદારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 1 લી એપ્રિલ 2024 સુધીમાં 18 વર્ષ પુરા કરનાર યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના પ્રથમ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા 9મી એપ્રિલ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલું રાખવામાં આવી છે. આજે મંગળવારે તે માટેનો છેલ્લો દિવસ છે. આવા મતદારો ફોર્મ નં. 06 ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત સ્થળાંતર થયેલા એટલે અન્ય કોઇ સ્થળે ગયેલા મતદારો મતદાર યાદીમાં પોતાના સ્થળ ફેરફાર માટેની અરજી પણ કરી શકશે. જ્યારે ફોટો ઓળખકાર્ડમાં સુધારા વધારા કરાવવાની અરજી માટે પણ આજે મંગળવાર છેલ્લો દિવસ છે. આજે મંગળવાર પછી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ કામગીરી બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
ઓફલાઇન લાઇન કેવી રીતે નોંધાવી શકાશે નામ ?
મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ફોર્મ-06 ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો દિવ્યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-06માં ઉલ્લેખ કરી શકશે.મતદાર તરીકે નોંધણી કરાવવા સબંધિત ભાગના બુથ લેવલ ઑફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતે ફોર્મ નં.06 ભરી મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાશે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'બનાસકાંઠામાં ભાજપનું જીતવું મુશ્કેલ છે' ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
ADVERTISEMENT
ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ
આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાશે. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. આ સિવાય કચેરી કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્યાન હેલ્પલાઈન નંબર 1950 પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહીં તે જાણી શકાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.