બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / rajkot Protests declaring Naresh Patel Society Father

આંગળી ચીંધાઈ / 'અમારે કોઈ પિતાની જરૂર નથી', લેઉઆ પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને "સમાજ પિતા" જાહેર કરતા વિરોધનો સૂર, પોસ્ટ વાયરલ

Kishor

Last Updated: 07:46 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાતા લલિત સોરઠીયાએ વિરોધ કરી ટચૂકડી જાહેરાત પ્રસિદ્ધ કરી છે.

  • નરેશ પટેલને લઈને ફરી વિરોધનો સુર
  • નરેશ પટેલને  "સમાજ પિતા" જાહેર કરતા વિરોધ
  • લલિત સોરઠીયા દ્વારા કરાયો વિરોધ

લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલને લઈને ફરી એકવાર વિરોધનો મધપૂડો છંછેડાયો છે. જેમાં લેઉવા પટેલ સમાજ દ્વારા નરેશ પટેલને સમાજ પિતા જાહેર કરતા આ બિરુદને લઈ સમાજના અમુક લોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ મામલે સોશિયલ મીડિયામા ટચૂકડી જાહેરાતનું કટિંગ ફરતું થયું છે. જેમાં એક વ્યક્તિએ કહ્યું કે પોતાને આ નિર્ણયથી બાકાત રાખવામા આવે! જેને લઈને મુદ્દો સમાજમા ખૂબ ગાજી રહ્યો છે.

અમારે કોઈ પિતાની જરૂર નથી.. આ નિણર્ય થી બાકાદ રાખવા કર્યો ઉલ્લેખ...

હાલમાં સમાજ આગેવાન અને ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને સમાજ પિતા તરીકે જાહેર કરાયા છે. જેને લઈને લલિત સોરઠીયા દ્વારા સમાજ પિતા કહેવાતા વિરોધ કરી ટચૂકડી જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં ઉલ્લેખ કરાયેલ વિગત શબ્દશઃ 'હાલમાં સમાજે નરેશભાઈ પટેલને 'સમાજ પિતા' જાહેર કરેલ છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે અમારા પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલ છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમોને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમોને બાકાત રાખે. 

નરેશભાઈ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે: લી. લલીતભાઈ પોપટભાઈ સોરઠીયા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ