બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot pregnant woman police ASI officer nasirin on duty lockdown coronavirus

લૉકડાઉન / 6 મહિનાનો ગર્ભ છતા રાજકોટની આ મહિલા ASI કોરોનાના જોખમ વચ્ચે નિભાવી રહી છે પોતાની ફરજ

Hiren

Last Updated: 07:27 PM, 1 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધીનું લૉકડાઉન જાહેર કરાયેલું છે. તેવામાં પોલીસની કામગીરી પણ એટલી જ વધી છે અને જોખમી પણ છે. ત્યારે રાજકોટના એક મહિલા ASIની કામગીરી બિરદાવવા લાયક છે.

  • રાજકોટના એક મહિલા ASIની સરાહનીય કામગીરી
  • 6 મહિનાનો ગર્ભ છતા પણ નિભાવી રહી છે પોતાની ફરજ
  • પરિવારે કહ્યું કે ભલે પગાર ન મળે પણ તુ રજા પર ઉતરી જા

રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમની અડગતા હિમાલય જેવી છે. આ મહિલા પોલીસ અધિકારીને 6 માસનો ગર્ભ છે છતા પણ તે લૉકડાઉનની પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહી છે. તેમને પરિવાર સતત ચિંતા કરતો રહે છે, તેને હમણા રજા લઇ લેવા માટે કહે છે પરંતુ તે પોતાની જવાબદારીને લઇને અડગ છે. નસરીન કહે છે કે, રજા નહીં લઉ મારી ફરજ પહેલા નિભાવીશ. આવી રીતે સાચા રાષ્ટ્રરક્ષકની જેમ ગર્ભવતી હોવા છતા પણ તે પોતાની ફરજ નિભાવી રહી છે.

નસરીન જુનૈદ બેલીમ કહે છે કે, હું મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવું છું. હાલ મારે 6 મહિનાનો ગર્ભ છે. જ્યારથી આ લૉકડાઉનની પરિસ્થિતિ શરૂ થઇ છે અને રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારથી મારા પરિવારજનો ખુબ જ ચિંતા કરી રહ્યા છે. હાલ તેઓ મને કંઇ ના થઇ જાય એવો ડર સતાવી રહ્યો છે, તેને લાગી રહ્યું છે કે જો મને કોરોના સંક્રમણ થઇ ગયું તો પછી મારૂ અને બાળકનું શું થશે? મારી પ્રેગ્નેન્સીના કારણે મારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહેતી હોવાથી મારા પરિવારજનો ચિંતામાં રહ્યા કરે છે. પરંતુ મારી નોકરી અને ફરજ પહેલા છે. 

પગાર ન મળે તો તું આમનામ રજા પર ઉતરી જા...

નસરીને કહ્યું કે જ્યારે રાજકોટમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે મને ઘરેથી કહ્યું હતું કે ગમે તે થાય તું રજા મુકી દે. જો પગાર ન મળે તો તું પગાર વિના રજા પર ઉતરી જા. મારા પતિ પણ થોડા ડરેલા હતા અને તેમણે પણ મને નોકરી પર જવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે તુ હાલ થોડા દિવસ રજા લઇલે તો વધારે સારુ.

મારા પતિને સમજાવ્યા કે ચિંતા ન કરો...

બાદમાં મે મારા પતિને સમજાવ્યા અને કહ્યું કે અમારા પોલીસ સ્ટાફમાં કીટનું વિતરણ કરાયું છે. તમામ રીતે સાવચેતી રાખવામાં આવે છે. અમારા પર ઉપરી અધિકારી ધ્યાન રાખે છે. કંઇ ચિંતા જેવું નથી અને તમે પણ ચિંતા ન કરો. ફરજ દરમિયાન મને કંઇ નહીં થાય. હાલ મારા પતિ અને હું બન્ને જ રાજકોટ રહીએ છીએ. મારા પતિ મને કામકાજમાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ