ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:19 AM, 25 February 2026
ADVERTISEMENT
ગુજરાતભરમાં ચાલી રહેલી પોલીસ ભરતીની દોડ પરીક્ષાની વચ્ચે રાજકોટમાં એક દુખદ ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના ભાટીયા ગામની 21 વર્ષની યુવતી રીતુ દેવાભાઈ કાબરીયા દોડની પરીક્ષા આપવા માટે રાજકોટ આવી હતી, પરંતુ પરીક્ષા પૂર્વે જ તેણે બહેનપણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT

રીતુ આગામી 26મી તારીખે રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારી દોડની પરીક્ષા આપવા માટે શહેરમાં આવી હતી. તે મુંજકા ગામે રહેતી પોતાની બહેનપણી હીના રાઠોડના ઘરે રોકાઈ હતી. મોડી રાત્રે હીના કોઈ કામસર સંબંધીઓના ઘરે ગઈ હતી. સવારે પરત ફરતી વખતે દરવાજો અંદરથી બંધ હતો. અનેક વાર ખટખટાવ્યા છતાં પ્રતિસાદ ન મળતા પડોશીઓની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા રીતુ રૂમના પંખા સાથે ચુંદડી બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ રીતુ ત્રણ બહેનોમાં વચેટ હતી અને તેના પિતા ખેતીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. દોડની પરીક્ષા પૂર્વે આકસ્મિક પગલું કેમ ભરાયું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગામડામાં હવે તલાટી નહીં આપી શકે આવકનો દાખલો, જાણો કોને મળી સત્તા? ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આ વચ્ચે રાજકોટ જિલ્લામાં જ એક અલગ દુખદ બનાવ સામે આવ્યો છે. પારડી ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો દિકરો આયુષ ઘરના આંગણામાં રમતો હતો ત્યારે નજીકના ભોં ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે લોધીકા હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. પરિવાર માટે આ ઘટના આઘાતજનક સાબિત થઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ