બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગામડામાં હવે તલાટી નહીં આપી શકે આવકનો દાખલો, જાણો કોને મળી સત્તા? ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Last Updated: 04:10 PM, 23 February 2026
Gujarat Income Certificate: ઓનલાઈન આવકના દાખલાની શરૂઆત પછી સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. ફોટોવાળા પ્રમાણપત્ર માટે અરજદારે સરકારી કચેરીનું પગથિયું નહીં ચડવું પડે. ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અરજદારે ફોટો માટે સરકારી કચેરી જવું પડતું હતું.
ADVERTISEMENT
નાગરિકોને ધક્કા વગર આવકનો દાખલો મળે એ માટે સરકારે સૌથી મોટો સુધારો કર્યો છે. ઓનલાઈન આવકના દાખલાના અગાઉના નમૂના સરકારે રદ કર્યા છે. ગામડામાં દાખલાની સત્તા તલાટી પાસેથી પાછી લઈને તાલુકા વિકાસ અધિકારીને સોંપી છે. હવે ગામડામાં તાલુકા વિકાસ અધિકારીની સત્તાથી ઓનલાઈન આવકનો દાખલો મળશે.
સરકારે આપેલો આવકનો ઓનલાઈન દાખલો ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. ત્રણ વર્ષમાં વ્યક્તિની આવક બદલાઈ હોય તો સેલ્ફ ડેકલેરેશન આપવું પડશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન આવકનો દાખલો મેળવવો સરળ બનશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી વચ્ચે અંબાલાલની ચિંતાજનક આગાહી, ખેડૂતો ટેન્શનમાં
ADVERTISEMENT
રાજ્ય સરકારે રાજ્યના નાગરિકો માટે આવકના દાખલા મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નવી જોગવાઈઓ હેઠળ હવેથી શહેરી વિસ્તારો માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તારો માટે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. અગાઉના ઠરાવો દ્વારા નક્કી કરાયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓને પ્રમાણપત્રો આપવા માટેના સત્તાધિકારીઓની યાદી આ ઠરાવથી રદ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad plan crash / ''આ બાબતે હું કોઇ જ કોમેન્ટ...'', પીડિત પરિવારને લઇ શું કહ્યું ઋષભ રૂપાણીએ?
Ahmedabad Plane Crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી
Ahmedabad Plane Crash / સાથે રહેતા-સાથે જમતા બે મિત્રો ગુમાવવાનો આઘાત ક્યારેય...! સુરતના MBBS વિદ્યાર્થીની આપવીતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.