ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી વચ્ચે અંબાલાલની ચિંતાજનક આગાહી, ખેડૂતો ટેન્શનમાં

એલર્ટ / રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી વચ્ચે અંબાલાલની ચિંતાજનક આગાહી, ખેડૂતો ટેન્શનમાં

Published By: Priykant Shrimali

Last Updated: 01:08 PM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amabalal Patel Rain Forecast : રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા: હવામાનમાં અચાનક પલટો, અહીં જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ?

ADVERTISEMENT

Amabalal Patel Rain Forecast : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. આ તરફ હવે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરાયેલી આગાહી અનુસાર વાતાવરણમાં “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ” સક્રિય થતા હવામાનનો મિજાજ બદલાયો છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું અસર લાવશે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 23 ફેબ્રુઆરીથી હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે ઘટશે. અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધતા તેની અસર ઓછી થશે. જોકે બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે.

આ આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ અસર જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે પંચમહાલ અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાતાવરણ બદલાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા છાંટા પડી શકે છે.

આ પણ વાંચો : વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું 'ઓપરેશન ડિમોલિશન', 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 ફેબ્રુઆરીથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતના હવામાન પર ફરી અસર થઈ શકે છે. માર્ચ મહિનામાં પણ આવું જ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તેની અસર રાજ્યમાં અનુભવાય તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Western Disturbance Ambalal Patel Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ