ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું 'ઓપરેશન ડિમોલિશન', 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

Video / વિવાદોના અંતે રાજકોટના જંગલેશ્વરમાં મનપાનું 'ઓપરેશન ડિમોલિશન', 1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

Published By: Priykant Shrimali

Last Updated: 11:42 AM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Jungleshwar Demolition : ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા

ADVERTISEMENT

Rajkot Jungleshwar Demolition : રાજકોટમાં હાલ મોટાપાયે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. વાસ્તવમાં રાજકોટ શહેરમાં આજે એક ઐતિહાસિક કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી શહેરના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે.

1400થી વધુ મકાનો થશે જમીનદોસ્ત

આજી નદીના કાંઠે વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવા તંત્રએ અંતિમ નિર્ણય લીધો છે. અંદાજે 1400થી વધુ મકાનો પર બુલડોઝર ફરશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ આશરે 93 હજાર ચોરસ મીટર સરકારી જમીન ખાલી થશે. મનપાએ સમગ્ર વિસ્તારમાં 7 ઝોન બનાવી અલગ-અલગ ટીમો તૈનાત કરી છે, જેથી કામગીરી ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.

ભવ્ય સુરક્ષા બંદોબસ્ત

ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ લાઠી અને હથિયાર સાથે ખડેપગે છે. જરૂર પડે તો લાઠીચાર્જ કે અન્ય પગલાં માટે મેજિસ્ટ્રેટની નિમણૂક પણ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય તે માટે પણ ખાસ ટીમ સક્રિય છે.

આ પણ વાંચો : આજે વિધાનસભાની બેઠક, સંસદીય બાબતોના પ્રશ્નો પર થશે ચર્ચા તો CM રજૂ કરશે બિનસરકારી સંકલ્પ

વિશાળ મશીનરી અને તંત્રની તૈયારી

આ કામગીરી માટે 100 JCB, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનો, 42 ગેસ કટર અને 14થી વધુ ડમ્પરનો કાફલો કામે લગાડવામાં આવ્યો છે. સાથે જ ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આશરે 1100થી વધુ કર્મચારીઓ કાર્યવાહી માં જોડાયા છે. કામગીરી એકથી બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, અગાઉથી નોટિસ આપવામાં આવ્યા બાદ ઘણા લોકોએ પોતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરી દીધા છે. બાકી રહેલા માળખાઓ સામે હવે સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot demolition drive Aji River land clearance Jangleshwar encroachment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ