ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે વિધાનસભાની બેઠક, સંસદીય બાબતોના પ્રશ્નો પર થશે ચર્ચા તો CM રજૂ કરશે બિનસરકારી સંકલ્પ

ગાંધીનગર / આજે વિધાનસભાની બેઠક, સંસદીય બાબતોના પ્રશ્નો પર થશે ચર્ચા તો CM રજૂ કરશે બિનસરકારી સંકલ્પ

Published By: Priykant Shrimali

Last Updated: 10:40 AM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly : આજની કાર્યવાહી દરમિયાન સંસદીય બાબતો ઉપરાંત આરોગ્ય, ઉર્જા અને પંચાયત જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં આજે મહત્વની બેઠક મળશે. આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં સભ્યો સરકારના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો ઉઠાવશે. આજની કાર્યવાહી દરમિયાન સંસદીય બાબતો ઉપરાંત આરોગ્ય, ઉર્જા અને પંચાયત જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની છે.

કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

આજની બેઠકમાં સંસદીય બાબતો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ સહિતના પ્રશ્નો મુખ્યત્વે લેવામાં આવશે. સભ્યો પોતાના મતવિસ્તાર અને રાજ્યહિત સાથે જોડાયેલા પ્રશ્નો રજૂ કરશે, જ્યારે સંબંધિત મંત્રીઓ તેની જવાબદારીપૂર્વક માહિતી આપશે.

ભૂપેન્દ્ર પટેલ રજૂ કરશે બિનસરકારી સંકલ્પ

પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિનસરકારી સંકલ્પ રજૂ કરશે. ખાસ વાત એ છે કે ‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આ સંકલ્પ લાવવામાં આવશે. નિયમ 120 હેઠળ આ સંકલ્પ પર આશરે 90 મિનિટ સુધી ચર્ચા થશે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો પોતાના વિચારો રજૂ કરશે. ‘વંદે માતરમ’ના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો : બપોરે આકાશ ઘેરાયું અને રાત્રે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

રાજ્યપાલના સંબોધન પર અંતિમ ચર્ચા

બિનસરકારી સંકલ્પ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે. આજનો દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો ત્રીજો અને અંતિમ દિવસ ગણાય છે. આથી, આજની બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિવિધ મહત્વના મુદ્દાઓ પર એક જ દિવસે ચર્ચા થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Legislative Assembly session Bhupendra Patel resolution Vande Mataram 150 years

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ