ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બપોરે આકાશ ઘેરાયું અને રાત્રે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

વિસાવદર / બપોરે આકાશ ઘેરાયું અને રાત્રે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published By: Priykant Shrimali

Last Updated: 11:40 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Unseasonal Rain : મોડી રાત્રે કમોસમી વરસાદ શરૂ થતા ખેતી પર તેની સીધી અસર, દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર હતું પરંતુ બપોર બાદ આકાશ ઘેરાયું અને રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા

ADVERTISEMENT

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ શરૂ થતા ખેતી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર હતું, પરંતુ બપોર બાદ આકાશ ઘેરાયું અને રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ફેબ્રુઆરી જેવા સમયમાં પડતો આ વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની ગયો છે. ઠંડક વધવા છતાં ખેતરોમાં ઉભેલા પાક માટે આ પરિસ્થિતિ અનુકૂળ નથી.

હાલ રવિ સીઝનના પાક લણણીની તૈયારીમાં છે. ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર, ધાણા અને જીરા જેવા પાક ખેતરમાં તૈયાર સ્થિતિમાં છે. વરસાદ ચાલુ રહેશે તો પાક પલળી જવાથી ગુણવત્તા ઘટી શકે છે, કાળો પડી શકે છે અથવા સડી જવાની શક્યતા પણ રહે છે. ખેડૂતોએ મોંઘું બિયારણ, ખાતર અને મહેનત બાદ પાક તૈયાર કર્યો છે. આવી સ્થિતિમાં કમોસમી વરસાદ તેમને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી, ઇરાની બોટ સાથે 4 ક્રૂ મેમ્બર ઝડપાયા

માર્કેટિંગ યાર્ડ અને ઘાસચારો પર અસર

માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો અનાજ પણ ભીનું થવાનો ભય છે. ખેતરમાં કાપીને રાખેલો પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. સાથે સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવાથી માલધારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હાલ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વધુ વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal Rain Gujarat Visavdar Rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ