ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી, ઇરાની બોટ સાથે 4 ક્રૂ મેમ્બર ઝડપાયા

પોરબંદર / અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી કાર્યવાહી, ઇરાની બોટ સાથે 4 ક્રૂ મેમ્બર ઝડપાયા

Published By: Priykant Shrimali

Last Updated: 11:02 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Coast Guard :માહિતી મુજબ, દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ બોટ નજરે ચઢી હતી, અને પછી... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Indian Coast Guard : અરબી સમુદ્રમાં સુરક્ષા વધુ કડક બનાવતા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરિયામાં શંકાસ્પદ રીતે ફરતી એક ઇરાની બોટને રોકી તેની તપાસ કરતાં વિદેશી બ્રાન્ડની મોટી સંખ્યામાં સિગારેટ જપ્ત કરવામાં આવી છે.

દ્વારકા નજીક અટકાવાઈ શંકાસ્પદ બોટ

માહિતી મુજબ, દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ બોટ નજરે ચઢી હતી. કોસ્ટ ગાર્ડે તરત જ કાર્યવાહી કરી અને “અલ મુખ્તાર” નામની બોટને અટકાવી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન બોટમાંથી અંદાજે 1 લાખ પેકેટ જેટલી વિદેશી બ્રાન્ડની સિગારેટ (લગભગ 200 કાર્ટન) મળી આવી. જપ્ત કરાયેલ માલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 2.5 થી 5 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : મોરબી અને પોરબંદર નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચારનાં મોત, 4 ઘાયલ

4 ઇરાની ક્રૂ મેમ્બર કસ્ટડીમાં

આ બોટમાં રહેલા 4 ઇરાની નાગરિકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોટ અને ક્રૂ મેમ્બરોને પોરબંદર સ્થિત કોસ્ટ ગાર્ડ જેટી પર લાવવામાં આવ્યા છે. હાલ વધુ પૂછપરછ અને તપાસ પ્રક્રિયા ચાલુ છે. સિગારેટની હેરાફેરી અથવા ગેરકાયદેસર વેપાર સાથે જોડાણ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે ભારતીય દરિયાઈ સરહદોની સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડ સતત સજ્જ છે. ગેરકાયદેસર હેરાફેરી અને તસ્કરી રોકવા માટે દરિયામાં પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arabian Sea Indian Coast Guard Iranian boat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ