ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબી અને પોરબંદર નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચારનાં મોત, 4 ઘાયલ

દુર્ઘટના / મોરબી અને પોરબંદર નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચારનાં મોત, 4 ઘાયલ

Published By: Priykant Shrimali

Last Updated: 09:57 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Porbandar Accident : મોરબી અને પોરબંદરમાં બે અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે

ADVERTISEMENT

Morbi Porbandar Accident : રાજ્યમાં ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મોરબી અને પોરબંદરમાં બે અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામના બે યુવાનોનું અકસ્માતમાં મોત થયું છે, જ્યારે પોરબંદર નજીક બનેલી બીજી દુર્ઘટનામાં બે લોકોના જીવ ગયા અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મોરબી નજીક કાર નાળામાં ખાબકી

માહિતી મુજબ જેતપુર-રાપર માર્ગ પર કાર અચાનક નાળામાં ખાબકી જતાં ગંભીર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં મહેન્દ્રનગર ગામના 34 વર્ષીય નિલેશ કાનાણી અને 30 વર્ષીય ભવ્ય તલસાણીયાનું સ્થળ પર જ ગંભીર ઇજા થવાથી મોત થયું. અકસ્માત બાદ આસપાસના લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને બંનેને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડ્યા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો : 'મોબાઈલના કારણે છૂટાછેડા' થરાદમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદાર

પોરબંદર-વિસાવાડા હાઈવે પર બીજી દુર્ઘટના

બીજી ઘટના પોરબંદર જિલ્લાના વિસાવાડા હાઈવે પર બની હતી. દ્વારકાથી પોરબંદર તરફ જઈ રહેલી એક કાર અચાનક ખાડામાં પલ્ટી મારી ગઈ. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પરિવાર રાજસ્થાનનો હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રસ્તાની સ્થિતિ, ડ્રાઈવિંગ સ્પીડ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ આગળ વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Road Accident Gujarat Accident News Jetpar Rapar Road

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ