ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મોબાઈલના કારણે છૂટાછેડા' થરાદમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદાર

નિવેદન / 'મોબાઈલના કારણે છૂટાછેડા' થરાદમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદાર

Published By: Priykant Shrimali

Last Updated: 06:19 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Gediya Statement : વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં ગૌતમ ગેડીયાએ વર-વધુને આશીર્વાદની સાથે સાથે આ સોશિયલ મીડિયા અને મોબાઈલને લઈ મોટું નિવેદન આપ્યું, જુઓ Video

ADVERTISEMENT

Gautam Gediya Statement : હાલના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ ખૂબ વધી રહ્યું છે ત્યારે હવે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વાસ્તવમાં વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં ગૌતમ ગેડીયાએ વર-વધુને આશીર્વાદની સાથે સાથે આ સોશિયલ મીડિયા અને મોબાઈલને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજના આ યુગમાં છૂટાછેડા મોટેભાગે મોબાઈલના કારણે થાય છે.

વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમૂહલગ્નમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ છૂટાછેડાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

ગુરુ બ્રાહ્મણ સમાજના આ પ્રસંગે ગૌતમ ગેડિયાએ ખાસ જણાવ્યું કે, આજના સમયમાં છૂટાછેડા મોટેભાગે મોબાઈલના કારણે થાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિઓ પોતાના સાથે સતત જોડાયેલા રહેતા હોવાથી તેઓ વચ્ચેની દૂરીઓ અને સમસ્યાઓને યોગ્ય રીતે પહોંચી શકતા નથી.

આ પણ વાંચો : જાણીને પ્લાન ગોઠવજો! ગુજરાતમાં ઠંડી કે ગરમી? હવામાન વિભાગની આગાહી

સોશિયલ મીડીયા-મારો ઘરવાળો : ગૌતમ ગેડીયા

ગૌતમ ગેડીયાએ કહ્યું કે, મારી બહેનો જે પ્રભુતામાં પગલાં પાડી એના સ્વગૃહે જઈ રહી છે તેમણે કહેવાનું કે, તમે મોબાઈલનો ઉપયોગ કરતાં હોય તો ફેસબુક.. મારો ઘરવાળો જે છે એજ મારુ ફેસબુક છે તે માનજો. મારો ઘરવાળો જ મારુ ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારુ વૉટ્સએપ છે. આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાઓ એવી પ્રાર્થના.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Divorce Gautam Gediya Guru Brahmin Samuh Lagan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ