ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / જાણીને પ્લાન ગોઠવજો! ગુજરાતમાં ઠંડી કે ગરમી? હવામાન વિભાગની આગાહી

હવામાન અપડેટ / જાણીને પ્લાન ગોઠવજો! ગુજરાતમાં ઠંડી કે ગરમી? હવામાન વિભાગની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 04:48 PM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast : હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પૂર્વ તરફથી આવતા ગરમ પવનોના પ્રભાવને કારણે બપોરે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં જાણો તમામ માહિતી

ADVERTISEMENT

Gujarat Weather Forecast : ગુજરાતમાં હાલ હવામાનમાં બદલાવનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર સવાર અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થશે, જ્યારે બપોર દરમિયાન ગરમી અનુભવાશે. આ કારણે રાજ્યમાં મિશ્ર ઋતુ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પૂર્વ તરફથી આવતા ગરમ પવનોના પ્રભાવને કારણે બપોરે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. જોકે સવાર અને રાત્રે હવા થોડી ઠંડી રહેતા લોકો ને દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફાર સ્પષ્ટ રીતે અનુભવાશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન

અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરના સમયે મહત્તમ તાપમાન અંદાજે 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 19 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ તાપમાન સામાન્ય કરતા થોડું બદલાયેલું ગણાય છે, જેના કારણે સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે.

આ પણ વાંચો : સુરતની કુખ્યાત કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, પોલીસ લઈને પહોંચશે જુનાગઢ, 3 ગુના નોંધાયેલા છે

સૌરાષ્ટ્રના દરિયાકિનારે રાહત

સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારોમાં તાપમાનમાં આશરે 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. સમુદ્રી પવનના કારણે અહીં ગરમીમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે, જે સ્થાનિક લોકોને રાહત આપી શકે છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનો અને રાત્રે હવા ઠંડી રહેતા તાપમાનમાં દિવસ-રાતનો તફાવત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યમાં મિશ્ર ઋતુનો માહોલ બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast, Mixed Season Ahmedabad Temperature

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ