બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RAJKOT Naresh Patel Patidar Samaj politics place Koli Vikas Sangathan Letter
ADVERTISEMENT
નરેશ પટેલે રાજકારણમાં પટેલ સમાજના સ્થાનને લઈ આપેલા નિવેદન અંગે વિવાદ ગરમાયો છે. જસદણ કોળી વિકાસ સંગઠનના સ્થાપકે નરેશ પટેલને પત્ર લખી નિવેદન પરત લેવાની વાત કરી છે. અને દરેક સમાજને રાજકારણમાં સ્થાન મળે તેવુ નિવેદન કરવાનું સૂચન કર્યું છે. મહત્વનું છે કે નરેશ પટેલે સરપંચથી સંસદ સુધી પટેલ સમાજને સ્થાન મળે એવુ નિવેદન આપ્યું હતું. જે બાદ હવે નરેશ પટેલના રાજકારણમાં પગરવની ચર્ચાએ જોર પકડતા હાલ કોળી વિકાસ સંગઠને અગાઉ અપાયેલા નિવેદનનો વિરોધ કર્યો છે.
નરેશ પટેલ શું અન્ય સમાજ સાથે મજાક કરી રહ્યા છે?: જસદણ કોળી વિકાસ સંગઠન
કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશ રાજપરાએ પત્ર લખતા કાગવડ ખોડલ ધામ ના પ્રમુખ નરેશ પટેલ દ્વારા એક તરફી નીતી અપનાવીને માત્ર પટેલ સમાજને રાજકીય હોદા ઉપર સ્થાન મળે તેવુ જાહેરમાં મીડીયા સમક્ષ નિવેદન કરવામાં આવ્યું હતું. કે સરપંચ થી માંડીને સાંસદ સુધી પટેલ સમાજના હોદેદારો હોવા જોઈએ ત્યારે દુખ સાથે કહેવામાં આવે છેકે તમામ સમાજના લોકોને રાજકીય હોદામાં સ્થાન મળે તેવું નિવેદન કરવું જોઈએ પરંતુ નરેશ પટેલ દ્વારા જાતિવાદ જ્ઞાતિવાદનું રાજકારણ કરવામાં આવે છે. ત્યારે લેઉવા પટેલ અને કડવા પટેલ એક નથી કરી શક્યા જે હાલ અન્ય સમાજને સાથે રાખવાની વાતો કરે છે ત્યારે અન્ય સમાજના લોકોને સજકીય હોદા નહીં મળે અને માત્ર પટેલ સમાજને હોદા મળે એનો સીધો મતલબ કે અન્ય સમાજ સાથે મજાક કરી રહ્યા છે
ADVERTISEMENT
નરેશ પટેલે કરેલુ નિવેદન પરત લેવા માંગ
વધુમાં પત્રમાં લખ્યું હતું કે નરેશભાઈ પટેલ તાત્કાલીક ધોરણે નરેશ પટેલ દ્વારા જે સરપંચ થી માંડી સાંસદ સુધીનું જાતિવાદી નિવેદન કર્યું હતું તે પરત ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે કારણ કે ગુજરાત માં તમામ સમાજની અંદર નિષ્ઠાવાન લોકો છે તેને પણ રાજકીય હોદા માટે તક મળવી જોઈએ અને નરેશ પટેલ દ્વારા કોળી સમાજ અને અન્ય સમાજને એકપણ રાજકીય હોદા સ્થાન મળે એવું ક્યારેય નિવેદન કરેલ નથી જેનો અમે ખુબ કોળી સમાજ વિરોધ કરીએ છીએ અને અમારા તમામ કોળી સમાજના સંગઠનોને જાણ કરીએ છીએ કે જાતિવાદી રાજ કારણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવે છે તેને સમર્થન નહી આપવામાં આવે. જો નરેશ પટેલ કોળી સમાજ સહીત તમામ સમાજને સાથે રાખીને તમામ સમાજને રાજકીય હોદા મળી રહે તેવી વાત કરે તો અમને કોઈ વાંધો નથી તમામ સમાજને સાથે રાખીને ચાલે તો અમે ધન્યવાદ આપીએ છીએ માત્ર પટેલ સમાજના સરપંચ થી માંડીને સાંસદ સુધીના પટેલ સમાજના લોકોને રાજકીય હોદા માટે ની વાત સાથે અમે સહમત નથી અને અમે વિરોધ કરીએ છીએ.
ADVERTISEMENT
પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઈ કોળી સમાજમાં જ બે'મત'
ગત 3જી એપ્રિલના રોજ રાજકોટ કાગવડ ખોલડલધામમાં આજે કોળી સમાજના શ્રી વીર મંધાતા ગૃપના 50થી વધુ હોદ્દેદારો નરેશ પટેલની બેઠક યોજી હતી. જેમાં ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવવા થોડો સમય આમ તેમ થઈ શકે છે. નરેશ પટેલે ઉમેર્યું હતું કે, દરેક સમાજ સાથે રહીને ગુજરાતને આગળ લાવે તે બાદ કોળી સમાજના શ્રી વીર મંધાતા ગૃપના રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશ પટેલને અમારો પુરો સાથ અને સહકાર છે. અમારી નરેશ પટેલ સાથે સારી રીતે બેઠક થઈ હતી. જેમાં વિવિધ સામાજિક ચર્ચાઓ થઈ છે. તેમણે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સંદર્ભે ઉમેર્યુ હતું કે, સારા માણસોને રાજકારણમાં આવવું જોઈએ. બીજી તરફ શ્રી વીર માંધાતા ગ્રુપના રાજુભાઇ સોલંકીનું એલાન કર્યું હતું કે, નરેશભાઈ જ્યાં જોડાશે ત્યાં કોળી સમાજ અને દરેક સમાજ સમર્થન કરશે ત્યારે હવે આજે જસદણ કોળી વિકાસ સંગઠનના સ્થાપકે નરેશ પટેલને પત્ર લખી સરપંચથી સંસદ સુધી પટેલ સમાજને સ્થાન મળે એવુ નિવેદન પાછું ખેચી દરેક સમાજને મહત્વ મળે તેવી માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.