બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / rajkot koli samaj meeting it was chaired by Kunwarji Bawaliya

ઇલેક્શન-2022 / રાજકોટમાં મળી કોળી સમાજના આગેવાનોની બેઠક, વિધાનસભાની ચૂંટણીને લઇને જુઓ શું લેવાયો નિર્ણય

Khyati

Last Updated: 11:50 AM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોળી સમાજના આગેવાનોની મળી બેઠક, રાજકોટ જિલ્લા-શહેર અખિલ કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી.

  • રાજકોટમાં કોળી આગેવાનોની બેઠક યોજાઇ
  • અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ
  • કુંવરજી બાવળિયા,ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા બેઠકમાં હાજર રહ્યા

ગુજરાતની રાજનીતિ હવે નાત-જાત પર થવા લાગી છે. દરેક સમાજને પ્રભુત્વ જોઈએ છે.. અને આ પ્રભુત્વની ચાહમાં હવે એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.. આવું જ કાંઈક સૌથી મોટી વોટબેંક ધરાવતા કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યું છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રની કોળી સમાજની લોબીમાં બે ફાટા પડ્યા છે.. જેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા સામ-સામે આવી ગયા છે. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાના વિવાદ વચ્ચે રાજકોટમાં કોળી આગેવાનોની બેઠક મળી હતી.

'કોળી સમાજનું પ્રભૂત્વ છે ત્યાં ટિકિટની માંગ' 

રાજકોટમાં કોળી આગેવાનોની બેઠક યોજાઇ. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાના વિવાદ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી.  કુંવરજી બાવળિયા,ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા બેઠકમાં હાજર રહ્યા હતા.  રાજકોટ જિલ્લા-શહેર અખિલ કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.  બેઠકમાં અલગ-અલગ સમાજના નેતૃત્વ પર ચર્ચા થઇ હતી.  આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને  જ્યાં કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યાં ટિકિટની માંગણી કરવાનો નિર્ણય લેવાયો હતો. 

શીલજ ખાતે ઠાકોર અને કોળી સમુદાયની મળી હતી બેઠક 

મહત્વનું છે કે  થોડા દિવસ રાજકોટમાં કોળી અને ઠાકોર સમાજનું એકતા મિશન - 2022  અંતર્ગત - હું નહીં આપણે - મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદના શીલજ ખાતે ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં બંને સમાજના આગેવાનો અને યુવાનોએ ભાગ લીધો હતો.જેમાં  ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓએ લાંબા સમય સુધી બંને સમાજની માંગણી અને અગાઉના કાર્યક્રમ વિષે ગહન ચર્ચાઓ કરી હતી. અને ચર્ચાના મંથનમાંથી ગુજરાતમાં સમાજની વસ્તી ધોરણે અથવા અલગ અનામતની માંગ કરવામાં આવી હતી.ઠાકોર અને કોળી સમુદાયના વિકાસ માટે 1500 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા માગ તેજ કરાઇ હતી. સમાજ માટે આદર્શ નિવાસી પ્રત્યેક જિલ્લામાં હોસ્ટલ સાથે શાળાની માંગ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અંગે રણનીતિ, કોર કમિટી દ્વારા સમાજની જાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન અંગે આજની બેઠકમાં રૂપરેખા ઘડવામાં આવી હતી. 

ગુજરાતમાં કોળીનું રાજકીય મહત્વ

કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્તીવાળો સમાજ 
રાજ્યમાં કુલ 18 ટકા જેટલી વસ્તી કોળી સમાજની 
કોળી સમાજ રાજ્યની 35-40 બેઠક પર સીધી અસર કરે છે 
સૌરાષ્ટ્રમાં 57 બેઠકમાંથી 25 બેઠક પર કોળી સમાજની વસ્તી વધારે 
દક્ષિણ ગુજરાતમાં 10 બેઠક પર કોળી સમાજની વસ્તી વિશેષ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ