ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પૂરપાટ ઝડપે આવતા બાઈકની અડફેટે વૃદ્ધાનું મોત, જુઓ હચમચાવી નાખતો CCTV વીડિયો
Last Updated: 05:53 PM, 25 January 2025
ADVERTISEMENT
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ક્યાંક ઓવર સ્પીડ તો ક્યાંક ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે બેફામ અકસ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એક અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે.
ADVERTISEMENT
રાજકોટમાં વધુ એક અકસ્માતમાં એક વૃદ્ધનું થયું મોત
— Dinesh Chaudhary (@DineshVTVNews) January 25, 2025
ગોંડલ રોડ પર પૂરપાટ ઝડપે બાઈકચાલકે લીધા અડફેટે#RajkotNews #RajkotAccidentNews #GondalRoadAccidentNews pic.twitter.com/xV37QbkrtJ
અકસ્માતમાં વૃદ્ધનું મોત
ADVERTISEMENT
રાજકોટમાં ગોંડલ રોડ પર પૂરપાટ ઝડપે બાઈકચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે. જે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ રસ્તો પસાર કરી રહ્યાં હોય છે ત્યારે પૂરપાટ ઝડપે આવેલા બાઈકે તેમને અડફેટે લેતા તેઓ રસ્તા પર પડી ગયા હતાં. જેમાં તેમને ગંભીર ઈજાઓના કારણે વૃ્દ્ધનું મૃત્યુ થયું છે
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક, કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા લેવાયો આ નિર્ણય
ADVERTISEMENT

નબીરાઓ બેફામ..!
ADVERTISEMENT
બે કે ચાર પૈડાના સાધનનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો સાધનની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. રાજકોટમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો