ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક, કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા લેવાયો આ નિર્ણય
Last Updated: 05:14 PM, 25 January 2025
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સક્રિચ ફરી એકવાર સક્રિય થઈ છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી. જે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યસ્તરનું ગઠબંધન નહીં કરે તેવી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી છે.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઈપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવશે વધુમાં કહ્યું કે, ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા થશે.
ADVERTISEMENT

આ પણ વાંચો: VIDEO : સુંદર વસ્ત્રો, ફરફરતા વાળ, હાથમાં ચુંદડી, દરિયા કિનારે છોકરી બની પદમા'ઘેલી'
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રમુખે કર્યા તીખા પ્રહાર
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, દુ:ખની વાત એ છે કે, બે બે વર્ષથી લોકોના ચૂંટેલા પ્રતિનિધીઓની જગ્યાએ ભાજપના વહીવટદારો દ્વારા વહીવટ ચાલ્યું. વધુમાં કહ્યું કે, ગેરવહીવટ એવા કે, નગર પાલિકાના બીલ ન ભરાયા, પગાર ન થાય તેમજ નગર એટલે કે, નળ, ગટર અને રસ્તા સારા હોય તેને નગર કહેવાય પરંતુ નળ, ગટર કે, રસ્તાનું ક્યાંક ઠેકાણું નહી અને ટેક્સનું ભારણ બહું જ વધુ તેમજ સામે સુવિધાઓ નહી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો