બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: ઉગ્ર બોલાચાલી એટલી હદે પહોંચી, કે યુવક ચડી ગયો સ્કોર્પિયોના બોનેટ પર, પછી જે થયું તે જોઇને હ્રદય કંપી ઉઠશે
Last Updated: 12:39 PM, 8 January 2025
Rajasthan Scorpio Video : આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનથી એક ચોંકાવાનારો વિડીયો સામે આવ્યો છે. વાસ્તવમાં રાજસ્થાનના બાડમેરમાં સ્કોર્પિયોના ચાલક અને યુવક વચ્ચે ગાળાગાળી થઈ હતી. આ તરફ બંને વચ્ચેની દલીલ એટલી વધી ગઈ કે યુવક સ્કોર્પિયોના બોનેટ પર ચઢી ગયો. ત્યારબાદ વધુ કેટલાક લોકોને આવતા જોઈ સ્કોર્પિયો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. યુવક કારના બોનેટ પર લટકતો રહ્યો અને સ્કોર્પિયો રોકવા માટે આજીજી કરતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
આ ઘટના બાડમેર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બની હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક પહેલા સ્કોર્પિયોની છત પર અને બાદમાં બોનેટ પર લટકતો જોવા મળે છે. સ્કોર્પિયોનો ચાલક કાર ચલાવી રહ્યો છે. યુવક પોતાનો જીવ બચાવવા આજીજી કરી રહ્યો છે. આ મામલે પોલીસે સ્કોર્પિયો ચાલક અને યુવક બંનેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. વાસ્તવમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં એક યુવક પોતાની કાર ઘરની બહાર લઈ રહ્યો હતો.
ADVERTISEMENT
#बाड़मेर #Barmer
— Durg Singh Rajpurohit (@BarmerDurg) January 7, 2025
युवक को स्कॉर्पियो की छत पर हाई स्पीड में हाइवे पर दौड़ाया , वीडियो सीसीटीवी में कैद!
अचरज ना करें ... बाड़मेर बदल रहा हैं।
यह दृश्य तो अब आम हैं।#अपराध #राजनीति #PoliceAction @Barmer_Police@PoliceRajasthan@BhajanlalBjp @jawaharbedam pic.twitter.com/Xnardp8lS4
યુવકનો આરોપ છે કે, કારને બહાર કાઢતી વખતે સ્કોર્પિયોના ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી અને અપશબ્દો બોલવા લાગ્યા. સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. આ દરમિયાન યુવક સ્કોર્પિયોની સામે ઉભો રહ્યો અને સ્કોર્પિયો ચાલક ત્યાંથી ભાગવા લાગ્યો હતો. તે સ્કોર્પિયોના બોનેટ પર ચઢી ગયો હતો અને ચાલકે સ્કોર્પિયો ભગાડી હતી. તેણે કારની છત પકડી લીધી અને કોઈક રીતે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરિવારજનો અને આસપાસના લોકોએ કારનો પીછો કર્યો હતો. સ્કોર્પિયો ચાલકે કારને ગાંધી નગર, ચામુંડા સર્કલ થઈને સદર પોલીસ સ્ટેશન લઈ જઈને રોકી હતી. ત્યાં સ્કોર્પિયો ચાલકને પોલીસકર્મીઓએ રોકી લીધો હતો. ઘટના બાદ યુવકના પરિવારજનો અને અન્ય લોકોએ સ્કોર્પિયો ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું હતું. બાડમેરના SSP જસારામ બોઝે જણાવ્યું કે, યુવક તેને રોકવા માટે સ્કોર્પિયો પર ચઢ્યો હતો. લોકોને આવતા જોઈ સ્કોર્પિયોના ચાલકે સ્કોર્પિયો ભગાડી સદર પોલીસ સ્ટેશને લાવીને અટકાવી હતી. પોલીસે સ્કોર્પિયો ચાલક અને યુવક બંનેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ બંને પક્ષોએ પોલીસને જાણ કરી નથી. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.