બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rajasthan Hospital in controversy again: The system issued a notice for lack of fire safety

બેદરકારી / રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં: ફાયર સેફ્ટીના અભાવે તંત્રએ ફટકારી નોટિસ, આપ્યો 7 દિવસનો સમય

Vishal Khamar

Last Updated: 07:36 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફાયર સેફ્ટીને લઈ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ દ્વારા ફાયર વિભાગની સૂચનાં મુજબ સેફ્ટી સાધનો ન લગાવાતા નોટિસ ફટકારવામાં આવી છે. થોડા સમય અગાઉ જ હોસ્પિટલમાં આગની ઘટનાં બની હોવા છતાં ફરી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે.

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
  • ફાયર વિભાગની સૂચના મુજબ સેફ્ટીનાં સાધનો ન લગાવાતા નોટીસ ફટકારી
  • હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ફાયર NOC પૂર્ણ થયા બાદ હજુ લેવાઈ નથી 

 અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ફરી વિવાદમાં આવવા પામી છે. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સૂચના પ્રમાણે સાઘનો લગાવવા નોટિસ ફટકારી હતી. જેને આજે બે મહિનાં જેટલો લાંબો સમય વીતી જવા છતાં પણ હોસ્પિટલ દ્વારા કોઈ પણ જાતની સૂચનાનું પાલન ન કરી બેઝમેન્ટમાં કોઈ સેફ્ટી સાઘનો ન લગાવાતા ફાયર વિભાગ દ્વારા નોટીસ ફટકારી હતી.  તેમજ હોસ્પિટલની 45 દિવસની ફાયર NOC  પૂર્ણ થયા બાદ પણ હોસ્પિટલ દ્વારા ફાયર NOC  લેવાઈ નથી. ત્યારે હોસ્પિટલની બેદરકારીને લઈ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. 

બેઝમેન્ટમાંથી વાહન બહાર પાર્ક કરાયા

7 દિવસમાં સૂચના મુજબની કામગીરી પૂર્ણ કરવા નોટીસ
અમદાવાદનાં શાહીબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલનાં બેઝમેન્ટમાં શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હતી. જેમાં બેઝમેન્ટમાં લાગેલ આગને કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. પરંતું ધૂમાડાનાં કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાં બાદ બેઝમેન્ટમાં ફાયર વિભાગની સૂચનાં મુજબ સેફ્ટીનાં સાધનો મુકવામાં આવ્યા નથી. જેને લઈ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને નોટીસ ફટકારી હતી. બેઝમેન્ટમાં ફાયર વિભાગની સૂચના પ્રમાણે સાધનો  મુકાતા બેઝમેન્ટ બહાર વાહન પાર્કિગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ જ આગની ઘટના બની હોવા છતાં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા 7 દિવસમાં સૂચના મુજબની કામગીરી પૂર્ણ કરવા નોટિસ ફટકારી છે. 

ફાઈલ ફોટો

બે મહિનાં પહેલા હોસ્પિટલનાં બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી

બે મહિનાં પહેલા એટલે કે 30 જુલાઈનાં રોજ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ લાગતા ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. 

ફાઈલ ફોટો

બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ