બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લગ્નમાં વરને 'છોકરીનો ફેર' ચઢવાની ઘટના બનતાં લીધો હેરાનીભર્યો નિર્ણય, માંડવામાં મચી મોકાણ!
Last Updated: 09:48 AM, 19 May 2025
પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો. દંપતીએ કોઈ પણ ઘટના વિના છ ફેરા પૂર્ણ કર્યા હતા, પરંતુ વરરાજાના વર્તનમાં અચાનક ફેરફારથી મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. જવાબમાં, અણધાર્યા ઇનકારથી ગુસ્સે ભરાયેલા કન્યાના પરિવારે હંગામો મચાવ્યો અને વરરાજા, તેના પિતા અને પરિવારના ઘણા સભ્યોને બંધક બનાવી લીધા. આ ઘટના રાજસ્થાનના કરૌલી જિલ્લાના નાડોટી તાલુકામાં બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસે દોડતી આવતી અને બન્ને પક્ષો સાથે વાત કરી પરંતુ વર પક્ષે લગ્નનો ઈન્કાર કરી દીધો.
ADVERTISEMENT
શું બન્યું
હકીકતમાં વરે વધુ સાથે 6 ફેરા લઈ લીધાં હતા અને સાતમા ફેરા પહેલા જ તેનો મોબાઈલ રણક્યો અને સામે છેડે રહેલી છોકરીએ તેને લગ્ન ફોક કરવાનું નહીંતર મોટું કરવાનું ધમકી આપી હોવાથી વરે તરત લગ્ન રદ કરી નાખ્યાં અને સાતમો ફેરો ફરવાનો ઈન્કાર કરી દેતા માંડવામાં મોકાણ મચી અને પછી બન્ને પક્ષો સામસામા આવી ગયા.
ADVERTISEMENT
કન્યાપક્ષે ખર્ચી નાખ્યાં 56 લાખ
કન્યાના પરિવારે લગ્નમાં આશરે 56 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. પંચાયત આ રકમ વરરાજા પક્ષ દ્વારા પરત કરવી કે નહીં તે અંગે વિચારણા કરી રહી હોવાનું કહેવાય છે.
શું છે છોકરીનો ફેર
હકીકતમાં લગ્નના ફેરા વખતે વર પર છોકરીનો ફોન આવ્યો હતો અને તેણે ફેરા અટકાવી દીધાં, આ પછી લોકો બોલ્યાં કે વરને છોકરીનો ફેર ચઢી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.