બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / rainy season refrigerator should be used on rainy mode this save both your electricity

તમારા કામનું / ઘરમાં ફ્રિજ હોય તો ચોમાસામાં જરૂર ફોલો કરો આ ટિપ્સ, ખિસ્સામાં પૈસા તો બચશે જ, કૂલિંગ પણ બેસ્ટ મળશે

Bijal Vyas

Last Updated: 09:57 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવો જાણીએ, વરસાદની ઋતુમાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરવાની ટિપ્સ, જેથી તમે તમારા રેફ્રિજરેટરની સેટિંગ્સ બદલીને પૈસા બચાવી શકો.

  • વરસાદમાં ફુલ સ્પીડથી રેફ્રિજરેટરનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • જેના કારણે વીજળીનો વપરાશ વધુ થાય છે અને બિલ પણ વધુ આવે છે.
  • વરસાદમાં રેફ્રિજરેટરનો ઉપયોગ રેની મોડમાં કરવો જોઈએ.

ઉનાળો, શિયાળો અને વરસાદ એમ ત્રણેય ઋતુઓમાં હવે રેફ્રિજરેટરનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવે, તમામ ઋતુઓમાં એક જ ઝડપે રેફ્રિજરેટર ચલાવીએ છીએ, જેનાથી માત્ર રેફ્રિજરેટર પરનો ભાર જ નથી વધતો, પરંતુ વધુ વીજળીના વપરાશને કારણે તમારા ખિસ્સા પરનો ભાર પણ વધી જાય છે.

આવી સ્થિતિમાં, તમારે ઉનાળો, શિયાળા અને વરસાદની ઋતુમાં અલગ-અલગ મોડ પર રેફ્રિજરેટરનો ઉપયોગ કરવો જોઈએ. તેથી જ આવો જાણીએ, વરસાદની ઋતુમાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરવાની ટિપ્સ, જેથી તમે તમારા રેફ્રિજરેટરની સેટિંગ્સ બદલીને પૈસા બચાવી શકો.

કેટલા સ્ટાર રેટિંગ વાળુ રેફ્રિઝરેટર ખરીદવું હોય છે ફાયદાકારક? ફ્રીઝ ખરીદતા  પહેલા આટલી વાતો ખાસ જાણી લેજો | star rating in refrigerator its types and  importance ...

કયુ રેફ્રિજરેટર યૂઝ કરવુ જોઇએ
હાલ બજારમાં ઇન્વર્ટર રેફ્રિજરેટર્સ આવી રહ્યા છે. આ રેફ્રિજરેટર્સ સામાન્ય ફ્રીજ કરતાં ઓછી વીજળી વાપરે છે. જો તમે નવું ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ઇન્વર્ટર ફ્રિજ જ ખરીદવું જોઈએ. જેથી તમારો પાવર વપરાશ ઓછો થઈ શકે અને શક્ય તેટલા પૈસાની બચત થઈ શકે.

રેફ્રિજરેટરમાં હોય છે અનેક મોડ
સામાન્ય રીતે ઇન્વર્ટર રેફ્રિજરેટરમાં ત્રણ મોડ આપવામાં આવે છે, જેમાં ઉનાળો, શિયાળો અને વરસાદનો મોડ હોય છે. આવી સ્થિતિમાં, તમારે તમારા રેફ્રિજરેટરને વરસાદની સિઝનમાં વરસાદી મોડમાં વાપરવો જોઈએ, જેનાથી તમારી વીજળીનો વપરાશ ઓછો થશે અને પૈસાની બચત થશે. ઉલ્લેખનીય છે કે, આ ફંક્શન ફક્ત ઈન્વર્ટર રેફ્રિજરેટરમાં જ છે.

શું ફ્રીઝને ખુલ્લું મૂકવાથી બંધ રૂમમાં થઇ જાય છે AC જેવું કુલિંગ? જાણો શું  કહે છે લૉજિક | if fridge door kept open for long time does it cool the room

નોર્મલ રેફ્રિજરેટરનો કેવી રીતે યૂઝ કરવુ
જો તમારા ઘરમાં સામાન્ય રેફ્રિજરેટર છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સામાન્ય રેફ્રિજરેટરમાં તમને કૂલિંગ સ્પીડની સુવિધા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમે વરસાદની સિઝનમાં સામાન્ય રેફ્રિજરેટરને મધ્યમ પર ચલાવી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ