બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / Rainy conditions at many places in the state, some light showers and some moderate rains
Last Updated: 07:43 PM, 14 April 2024
રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.. ક્યાંક ધીમો તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો છે. માવઠાની આ સ્થિતિએ ખેડૂતોમાં ચિંતા ઉભી કરી છે. અને પાકને મોટા નુકસાનની ભીતિ ઉભી થઇ છે.
ADVERTISEMENT
બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ભારે બફારા અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાનાં અનેક ગામડાંઓમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી પરંતુ સરહદી વિસ્તારમાં બાજરી અને જુવારના પાકને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે...
ADVERTISEMENT
જૂનાગઢ
આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. .દુધાળા, રાજપરા, માણંદીયા, સતાધાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો . અચાનક જ આવેલા કમોસમી માવઠાથી ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે. ઘઉં, ચણા, મગ સહિતના પાકને નુક્સાન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દ્વારકા
દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો અહીં ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ગુંદા, મોટી ખોખરી અને ભાણ ખોખરી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.. કમોસમી વરસાદને લઈ અહીં પણ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.. ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ભિલોડા,મઉ,ધોલવાની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.