બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / આજે ગુજરાતના 102 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ તમારા જીલ્લામાં કેટલો ખાબક્યો

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / આજે ગુજરાતના 102 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ તમારા જીલ્લામાં કેટલો ખાબક્યો

Last Updated: 11:40 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. રાજ્યમાં સવારે 6થી લઈ રાત્રે 8 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં 1 મીલીમીટરથી લઈ 5 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં દે ધનાધન પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે..જ્યારે બનાસકાંઠાના દાંતા અને પાટણના સરસ્વતીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડામાં સવા બે ઈંચ અને બનાસકાંઠાના દિયોદર, પાટણના સિધ્ધપુર અને વડોદરાના દેસરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

1/6

photoStories-logo

1. સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધી રાજ્યમાં પડેલા વરસાદના આંકડા

જૂનાગઢના વિસાવદરમાં 5 ઈંચ, બનાસકાંઠાના દાંતામાં 2.5 ઈંચ, પાટણના સરસ્વતીમાં 2.5 ઈંચ, ખેડા તાલુકામાં 2 ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં 2 ઈંચ, પાટણના સિદ્ધપુરમાં 2 ઈંચ, વડોદરાના દેસરમાં 2 ઈંચ, પાટણ તાલુકામાં 1.5 ઈંચ, પંચમહાલના કાલોલમાં 1.25 ઈંચ, વડોદરાના પાદરામાં 1.25 ઈંચ, ભાવનગરના સિહોરમાં 1.25 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 1.25 ઈંચ, વડોદરાના સાવલીમાં 1 ઈંચ, ભરૂચના નેતંત્રમાં 1 ઈંચ, મહેસાણાના જોટાણામાં 1 ઈંચ, પંચમહાલના જાબુંઘોડામાં 1 ઈંચ, બનાસકાંઠાના લાખણીમાં 1 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 1 ઈંચ, તાપીના ડોલવણમાં પોણો ઈંચ, મહેસાણાના બેચરાજીમાં પોણો ઈંચ, રાજકોટના ધોરાજીમાં પોણો ઈંચ, આણંદના પેટલાદમાં પોણો ઈંચ, પંચમહાલના હાલોલમાં પોણો ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં પોણો ઈંચ, આણંદના બોરસદમાં પોણો ઈંચ, આંકલાવ, દાહોદ, કુંકાવાવ, ગળતેશ્વર, કુકરમુંડા, ઉંઝા, મહેસાણા અને ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ત્રીજા દિવસે વરસાદી માહોલ

સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતો આનંદમાં હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ધારી-ગીર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ

ધારી-ગીર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેથી ખેતરોમાં વરસાદને લીધે પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ચારેયબાજુ વરસાદી માહોલ છવાયો હતો. લાખણી તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. કુડા, જસરા, ગેળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ

જૂનાગઢ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે…અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદ આવતા લોકોને ગરમી માંથી રાહત મળી છે…વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સરસ્વતી તાલુકામાં હળવો વરસાદ

પાટણમાં વરસાદી માહોલ છવાયો હતો. સરસ્વતી તેમજ સિદ્ધપુર તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Rain in Gujarat Dwarka

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ