બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rain in 42 talukas of Gujarat from 6 am to 12 pm today

વરસાદ અપડેટ / બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવી, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં

Malay

Last Updated: 01:37 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monsoon News: આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. આજ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • રાજ્યમાં આજે 42 તાલુકામાં વરસાદ
  • આજે 6થી 12 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ નવસારીમાં સવા 2 ઈંચ વરસાદ

છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

6 કલાકમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ 
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી નવસારીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારીમાં સવા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

સૌથી વધારે વરસાદ નવસારીમાં
નવસારી ઉપરાંત જલાલપોરમાં પોણા 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ, ગણદેવીમાં 1.5 ઈંચ, પારડીમાં 1.5 ઈંચ, વલસાડમાં 1.5 ઈંચ, વાલોડમાં 1.5 ઈંચ, વ્યારામાં સવા ઈંચ, ધોરાજીમાં 1 ઈંચ, કડાણામાં 1 ઈંચ વરસાદ, સોનગઢમાં 1 ઈંચ, ખેરગામમાં પોણો ઈંચ, ઉમરપાડામાં પોણો ઈંચ અને જેતપુરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. 

જળાશયોમાં થઈ પાણીની આવક
ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે. તો ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ ખુશ થઈ ગયા છે.

બે જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
આપને જણાવીએ કે હવામાન વિભાગે આજે બે જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર,  આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ