બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rain alert in southern states freezing cold on hills due to snowfall

વાતાવરણ / દક્ષિણનાં રાજ્યમાં વરસાદનું એલર્ટ, પહાડો પર હિમવર્ષાથી કાતિલ ઠંડી, ઉત્તર ભારતનાં રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી, જાણો આગાહી

Kishor

Last Updated: 09:38 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણનાં રાજ્યમાં વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે. પહાડો પર હિમવર્ષાથી કાતિલ ઠંડીનું વાતાવરણ જોવા મળી રહી છે.

  • ઉત્તરાખંડ કાશ્મીરમાં કાતિલ ઠંડી
  • પહાડો પર હિમવર્ષા થઇ રહી છે
  • દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI નબળી શ્રેણીમાં નોંધાયો

ચક્રવાતી તોફાનના કારણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ થઇ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે. સાથે સાથે  ઘણાં રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તરાખંડ, કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષા થઇ રહી છે, જ્યારે દિલ્હી, યુપીમાં ગાઢ ધુમ્મ્સ છવાયું છે. રાજધાની દિલ્હીમાં તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર  ૩૧ ઓક્ટોબર સુધી દિલ્હીમાં સવારે ધુમ્મસ રહેશે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI ૩૦૦થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો છે . ગઈ કાલે AQI ૨૫૬ને પાર કરી ગયો હતો. જે હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતાં અને પ્રદૂષણના પાર્ટિકલ્સમાં વધારો થવાથી હવા વધુ ઝેરી બની છે. 

Heavy snowfall in Kedarnath Dham in Uttarakhand, PM Modi can take a visit  on November 8

દિલ્હીમાં હવા ઝેરી AQI 300ને પાર
દેશનાં કેટલાંક સ્થળોએ હજુ પણ હવામાન ગરમ છે. જેમાં રાજસ્થાનમાં વિરોધી ચક્રવાતને કારણે ત્યાંના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ખાનગી એજન્સી  સ્કાયમેટ વેધર અનુસાર આંદામાન, નિકોબાર ટાપુઓ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બાકીના ઉત્તર પૂર્વ ભારત, તમિલનાડુ, લક્ષદ્વિપ અને તટિય આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. દેશનાં અન્ય ભાગમાં હવામાન શુષ્ક રહેશે. ઉત્તર-પૂર્વ ચોમાસાની ગતિવિધિ આગામી ૪૮ કલાક સુધી ધીમી રહેશે.

આવતીકાલથી  વરસાદનો ફેલાવો અને તીવ્રતા વધશે અને ૨૯ ઓક્ટોબરથી વધુ સ્પષ્ટ થશે. ઉત્તર પૂર્વ ચોમાસાનો પ્રથમ વિસ્ફોટ તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને દક્ષિણ તટિય આંધ્ર પ્રદેશમાં એક સાથે થશે. હવામાનશાસ્ત્રીની આગાહી અનુસાર ૨૨ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પણ વધુ પડશે. ધીમે ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે. હવામાન વિભાગ અનુસાર ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે. મોટા ભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતાં હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ