ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ કન્ફર્મ ટિકિટ મળી શકે છે, રેલવેના આ ખાસ નિયમથી ખાલી સીટની ફાળવણી થઈ શકે
7 ફોટો ગેલેરી
Last Updated: 12:42 PM, 6 October 2026
1/7
2/7
ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ જો કોઈ સીટ કે બર્થ ખાલી રહે તો તેને કરન્ટ બુકિંગ હેઠળ ફરી બુક કરી શકાય છે. આ માટે રેલવે કોઈ નવી સીટ બનાવતું નથી પરંતુ પહેલેથી ઉપલબ્ધ અને ખાલી રહેલી સીટ મુસાફરોને ફાળવવામાં આવે છે. આ સુવિધા સંપૂર્ણપણે સીટની ઉપલબ્ધતા પર આધારિત હોય છે.
ADVERTISEMENT
3/7
ઘણી વખત મુસાફરો છેલ્લી ઘડીએ પોતાની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરી દે છે. કેટલાક કિસ્સામાં કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરતો નથી અથવા ઉપલબ્ધ બર્થ કોઈ કારણસર ખાલી રહી જાય છે. આવી સ્થિતિમાં ચાર્ટ તૈયાર થયા બાદ પણ કેટલીક સીટો ખાલી રહી શકે છે. આ ખાલી સીટને કરન્ટ બુકિંગ હેઠળ અન્ય મુસાફરને આપવામાં આવી શકે છે.
4/7
કરન્ટ બુકિંગની ખાસ વાત એ છે કે તેમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ બુક થાય છે. આ સુવિધા હેઠળ RAC અથવા વેઇટિંગ ટિકિટ આપવામાં આવતી નથી. એટલે કરન્ટ બુકિંગમાં સીટ અથવા બર્થ ઉપલબ્ધ દેખાય તો મુસાફરને પક્કી સીટ મળી શકે છે. જોકે આ માટે સંબંધિત ટ્રેનમાં ખરેખર ખાલી સીટ હોવી જરૂરી છે.
ADVERTISEMENT
5/7
ચાર્ટ બન્યા બાદ ટિકિટ મળી શકે છે તેનો અર્થ એવો નથી કે દરેક ટ્રેનમાં સીટ ઉપલબ્ધ થશે. સીટની ઉપલબ્ધતા ટ્રેન, મુસાફરીની તારીખ અને મુસાફરના ચઢવાના તથા ઉતરવાના સ્ટેશન પર આધાર રાખે છે. કોઈ ટ્રેનમાં સીટ ખાલી હોય છતાં તમારા સ્ટેશનથી તમારા ગંતવ્ય સુધીના રૂટમાં સીટ ઉપલબ્ધ ન હોય તો ટિકિટ મળી શકતી નથી. તેથી કરન્ટ બુકિંગને કન્ફર્મ ટિકિટની ગેરંટી માનવી નહીં.
6/7
રેલવેની માર્ગદર્શિકા મુજબ કરન્ટ બુકિંગમાં કન્ફર્મ ઈ-ટિકિટ જ બુક કરી શકાય છે. આ પ્રકારની બુકિંગ કર્યા બાદ ચઢવાનું સ્ટેશન, મુસાફરનું નામ, ઉંમર અથવા લિંગ જેવી વિગતોમાં ફેરફાર કરવાની મંજૂરી સામાન્ય રીતે મળતી નથી. તેથી ટિકિટ બુક કરતા પહેલાં ટ્રેન, મુસાફરીની તારીખ અને તમામ મુસાફરોની વિગતો સારી રીતે તપાસવી જરૂરી છે.
ADVERTISEMENT
7/7
જો અગાઉથી બુક કરેલી સામાન્ય ઈ-ટિકિટનો ચાર્ટ તૈયાર થઈ ગયો હોય તો તેને સામાન્ય રીતે ઓનલાઈન રીતે કેન્સલ કરી શકાતી નથી. આવા કિસ્સામાં લાગુ નિયમો મુજબ ટીડીાર દ્વારા રિફંડનો દાવો કરવો પડી શકે છે. બીજી તરફ કરન્ટ બુકિંગ સંપૂર્ણપણે ખાલી સીટની ઉપલબ્ધતા પર આધારિત છે. તેથી જો શરૂઆતમાં વેઇટિંગ દેખાતી હોય તો ટ્રેન ઉપડતા પહેલાં ફરી એકવાર સીટની ઉપલબ્ધતા ચેક કરી શકાય છે. સીટ ખાલી હશે તો કન્ફર્મ ટિકિટ મળવાની તક મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ