બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Rail Traffic Chart Throws Light On Moments Before Odisha Train Accident

ઓડિશા ટ્રેન ટ્રેજેડી / અકસ્માત પહેલા ત્રણેય ટ્રેનોની સ્થિતિ શું હતી, તેમની વચ્ચે કેવી રીતે અને કેમ થઈ ટક્કર? 'મોટો પુરાવો' જાહેર

Hiralal

Last Updated: 09:35 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના બાલાસોરમાં થયેલી 3 ટ્રેનોની ભીષણ ટક્કરના થોડા સમય પહેલાનો એક ચાર્ટ સામે આવ્યો છે.

  • રેલવેએ બહાર પાડ્યો 3 ટ્રેનની ટક્કર પહેલાનો ટ્રાફિક ચાર્ટ
  • ડાયાગ્રામમાં વચ્ચેની લાઈન પર હતી કોરોમંડલ એક્સપ્રેસ
  • ડાઉન પર હતી હાવડા સુપરફાસ્ટ
  • લૂપ લાઈનમાં ઊભી હતી માલગાડી 

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતને લઇને સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. ભારતીય રેલવેની ટ્રેકિંગ સિસ્ટમે બંને ટ્રેનોની ટક્કર પહેલાની ક્ષણો વિશે જણાવ્યું છે. ઈન્ટરસેક્શન લેઆઉટ અથવા ડાયાગ્રામમાં અકસ્માત સમયે ત્રણેય ટ્રેનોની સ્થિતિ શું હતી તે દર્શાવાયું છે. 

અપ પર કોરોમંડલ, ડાઉન પર હાવડા સુપરફાસ્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર ડાયાગ્રામમાં મિડલ લાઇન અપ લાઇન છે, જેના પર શાલીમાર-ચેન્નાઇ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આવી રહી હતી. જ્યારે ડાઉન લાઇન' નામની બીજી લાઇન બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસને પાર કરી રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના પગલે તે બાજુના ટ્રેક પર પાર્ક કરેલી માલગાડી સાથે ટકરાઈ હતી. આ સિવાય કેટલાક કોચ ડીએનની મુખ્ય લાઈન પર પડ્યા હતા. આ પછી બેંગલુરુ-હાવડા ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ખડી પડેલા ડબ્બા સાથે ટકરાઈ હતી.

શું કહ્યું નિષ્ણાંતોએ
જો કે, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન 'લૂપ લાઇન' પર ઊભેલી માલગાડી સાથે સીધી ટક્કર થઇ હોઇ શકે તે અંગે પણ અનેક નિષ્ણાતો સવાલો ઉઠાવી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે, માલગાડીની ઉપર કોરોમંડલ એક્સપ્રેસનું એન્જીન હતું, જેના કારણે બંને ટ્રેન વચ્ચે સીધી ટક્કર થઈ હોય તેવું લાગી રહ્યું છે. 

 

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત
બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મૃતાંક વધતો જાય છે. અત્યાર સુધી 288થી વધુ લોકોના મોત થયા છે. રાહત બચાવ અભિયાન ચાલી રહ્યું હોવાથી હજુ પણ મૃતાંક વધશે. 

ખોટું સિગ્નલ અપાતા થયો હતો એક્સિડન્ટ 
બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન એક્સિડન્ટનું કારણ સામે આવ્યું છે. ટ્રેન એક્સિડન્ટ બાદ એક સંયુક્ત તપાસ કમિટી રચવામાં આવી હતી જેનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં એક્સિડન્ટ પાછળ સિગ્નલની ભૂલને જવાબદાર ઠેરવવામાં આવી છે. રિપોર્ટ મુજબ બહાંગા બજાર સ્ટેશન પર આ માલગાડી લૂપ લાઇનમાં ઉભી હતી. એ દરમિયાન 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર સ્ટેશન પર પહોંચી. જ્યારે કોઈ ટ્રેનને સ્ટેશન પરથી પસાર કરવાની હોય ત્યારે કોઈ ટ્રેન લૂપ લાઇનમાં ઊભી રાખવામાં આવતી હોય છે. બહાનાગા બજાર સ્ટેશન પર પણ આવું જ બન્યું હતું. કોરોમંડલ એક્સપ્રેસને પસાર કરવા માટે માલગાડી લૂપ લાઇન પર ઉભી હતી. બાલાસોર ટ્રેન અકસ્માત અંગેના સંયુક્ત અહેવાલ મુજબ, કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેઇન લાઇન તરફ સિગ્નલ આપવામાં આવ્યું હતું જોકે થોડી સેકન્ડો બાદ તરત સિગ્નલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં પ્રવેશી ચૂકી હતી અને પહેલેથી જ પાર્ક કરેલી માલગાડી સાથે અથડાઈને પાટા પરથી ઉતરી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ