બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દેવ ગ્રૂપ પર ITના દરોડામાં મોટી કરચોરીનો ખુલાસો, અધધ આટલા કરોડની કરચોરીની કબૂલાત

ગુજરાત / દેવ ગ્રૂપ પર ITના દરોડામાં મોટી કરચોરીનો ખુલાસો, અધધ આટલા કરોડની કરચોરીની કબૂલાત

Last Updated: 07:53 AM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દેવ ગ્રુપ પર ઇન્કમટેક્ષએ દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા 150 કરોડની કરચોરીની કબૂલાત કરાઇ હોવાનું સામે આવ્યું છે.

ઈન્કમેટક્સ વિભાગ દ્વારા દેવ ગ્રુપના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. 150 કરોડની કરચોરી પકડાઈ છે. ઈન્કમેટક્સ વિભાગ દ્વારા રૂ. 3.5 કરોડની રોકડ રકમ મળી છે અને અઢી કિલો સોનું જપ્ત કરાયું છે.

રૂ.150 કરોડનું જમીન રોકાણ

આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી 3 બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ.150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત 20 જેટલા સ્થળે પાડવામાં આવેલા દરોડામાં ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા હતા. ત્યારે આઇટી વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચોઃચાલુ ડાયરામાં માયાભાઈ આહીરને આવ્યો હાર્ટ એટેક! અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ

99 વર્ષના લીઝ પર લેવામાં આવતી જમીન

દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લિક્વિડ બ્રોમાઈન કોન્સન્ટ્રેટનું ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરવામાં આવ્યું હોવાના જંગી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા મીઠાના ઉત્પાદન માટે પાણીના મૂલે 99 વર્ષના લીઝ પર લેવામાં આવતી જમીન અન્ય પક્ષકારોને વારદીઠ રૂ. 4થી રૂ. 5 લાખના ભાવે વેચી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ગ્રુપ દ્વારા ચોપડે દર્શાવ્યા વિના નાણાં, રીઅલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટીના ધંધામાં ટ્રાન્સફર કરતાં હોવાની મળેલી બાતમીના પગલે ઇન્કમટેક્ષ વિભાગે આ ગ્રૂપ પર સર્ચની કામગીરી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Group Income Tax Raid Dev Group News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ