બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rahul gandhi was asked what he'll do if he becomes prime minister rahul replied

VIDEO / જો હું વડાપ્રધાન બનીશ તો સૌથી પહેલા તો... રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

Mayur

Last Updated: 11:16 AM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીમાં રાહુલ ગાંધીએ પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને એક ગ્રૂપને આમંત્રિત કર્યું હતું. આ ગ્રુપ સાથે વાતચીત દરમિયાન તેમણે કેટલીક મહત્વની વાતચીત કરી હતી.

  • રાહુલ ગાંધી પોતાના નિવસસ્થાને એક સ્કૂલના ગ્રૂપને મળ્યા 
  • સાંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરી 
  • વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે?


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં પોતાના અધિકૃત નિવાસ સ્થાને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના એક સ્કૂલના એક ગ્રૂપને દિવાળીના રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા હતા. 

વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે?

આ ગ્રુપ સાથે તેમણે વાતચીત પણ કરી હતી. વાતચીત દરમિયાન કોઈએ તેઓને પૂછ્યું હતું કે તેઓ જો વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે?

રાહુલ ગાંધીએ તમિલનાડુના એક સ્કૂલથી આવેલા મહેમાનો સાથે થયેલી તેમની વાતચીતનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે તે લોકોની મુલાકાતે દિવાળીને વધારે સ્પેશ્યલ બનાવી દીધી. 

સંસ્કૃતિઓના સંગમ એ દેશની સૌથી મોટી તાકાત છે કે આપણે તેની સંસ્કૃતિનું રક્ષણ કરીએ. 

ટ્વિટર પોસ્ટ પર શેર કરેલા એક મિનિટના વિડીયોમાં તેઓને એક મહેમાને પૂછ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનશો તો સૌથી પહેલા શું કરશો?

આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ''હું મહિલાઓને રિઝર્વેશન આપીશ''

રાહુલ ગાંધીને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તેઓ પોતાના બાળકને શું સૌથી મહત્વનું શિખવાડશે?
આ સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોને નમ્રતા શિખવાડશે કર્ણજ કે વિનમ્રતાથી બુદ્ધિ આવે છે. 

રાહુલે શુક્રવારે વાતચીત દરમિયાન નવી દિલ્હીના પોતાના નિવાસસ્થાને પોતાના મહેમાનો સાથે છોલે ભટુરે ખાધા હતા. આ દરમિયાન તેમણે તે લોકો સાથે વાતચીત પણ કરી હતી. વિડીયોમાં ઉપસ્થીત લોકો પૈકી એક વ્યક્તિએ રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ખેડૂત આંદોલનમાં સમર્થન અને પ્રયાસોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ આંદોલન વાસ્તવમાં લોકો સાથે તમારી પણ એકતા દર્શાવી રહ્યું હતું. 

વિડીયોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપસ્થીટ હતા અને તેમણે પણ લોકો સાથે વાતચીત કરી હોવાનું દેખાઈ રહ્યું છે. તેમણે આવેલા તમામ મહેમાનોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. સાથે તેમણે મહિલાઓ સાથે ગાયનો પણ ગાયા હોવાનું દેખાયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ