બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / રાહુલ ગાંધી વાત જ નથી માનતા, કીધા વિના 9 મહિનામાં 6 વખત ગયા વિદેશ

પ્રોટોકોલ ભંગ / રાહુલ ગાંધી વાત જ નથી માનતા, કીધા વિના 9 મહિનામાં 6 વખત ગયા વિદેશ

Vishal Dave

Last Updated: 12:10 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પત્રમાં રાહુલ પર Z+ સુરક્ષાના નિયમો તોડવા અને તેને ગંભીરતાથી ન લેવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, રાહુલ પોતાના જીવનની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહી રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.

દેશના મોટા નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સુરક્ષા અંગે સનસનાટીભર્યા સમાચાર બહાર આવ્યા છે. CRPFના VVIP સુરક્ષા વડા સુનીલ જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને એક કડક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ પર Z+ સુરક્ષાના નિયમો તોડવા અને તેને ગંભીરતાથી ન લેવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, રાહુલ પોતાના જીવનની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહી રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.

રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી, CRPFના DG સુરક્ષાએ પત્ર લખ્યો

CRPFના VVIP સુરક્ષા વડા સુનિલ જૂને 10 સપ્ટેમ્બરના રોજ આ પત્ર લખ્યો છે. પત્રમાં CRPF VVIP સુરક્ષા વડાએ રાહુલ ગાંધીના વલણ અંગે ફરિયાદ કરી છે. સુનિલ જૂને આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તેમની સુરક્ષાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી Z+ શ્રેણીની સુરક્ષા હેઠળ છે, જેમાં એવિએશન સિક્યુરિટી લાયઝન (ASL)નો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી દેશમાં સૌથી કડક સુરક્ષા હેઠળ રહે છે

Z+ દેશની સર્વોચ્ચ સુરક્ષા શ્રેણી છે જેમાં સશસ્ત્ર કમાન્ડો, બુલેટપ્રૂફ વાહનો અને રાજ્ય પોલીસનું સંકલન શામેલ છે. પરંતુ રાહુલ તેમના નિયમો એટલે કે CRPFના 'યલો બુક' પ્રોટોકોલનું પાલન કરી રહ્યા નથી. ખાસ કરીને જાણ કર્યા વિના વિદેશ પ્રવાસ પર જવાના કિસ્સામાં

આ પણ વાંચોઃ વિદેશ યાત્રા કરનારાઓને મોજ પડી જશે! અમદાવાદ સહિતના એરપોર્ટ પર સુવિધા શરૂ

રાહુલે 9 મહિનામાં 6 વખત સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો

CRPFના જણાવ્યા અનુસાર છેલ્લા 9 મહિનામાં રાહુલે વિદેશ પ્રવાસ દરમિયાન 6 વખત સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો છે જે નીચે મુજબ છે

પ્રથમ- 30 ડિસેમ્બર 2024 થી 9 જાન્યુઆરી સુધી ઇટાલીનો પ્રવાસ. નવા વર્ષ પર 10/11 દિવસનો વિદેશ પ્રવાસ

બીજો - 12 માર્ચથી 17 માર્ચ સુધી વિયેતનામ પ્રવાસ

ત્રીજો- 17 થી 23 એપ્રિલ સુધી દુબઈ પ્રવાસ

ચોથું- 11 થી 18 જૂન દરમિયાન દોહા, કતારનો પ્રવાસ

પાંચમું- 25 જૂનથી 6 જુલાઈ સુધી લંડનનો પ્રવાસ

છઠ્ઠો - 4 થી 8 સપ્ટેમ્બર સુધી મલેશિયા પ્રવાસ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi CRPF Warning Letter Z+ Security Violation
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ