બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi in Waynad said BJP can take my tag and position

રાજનીતિ / 'જોઈએ તો મારા 50 ઘર લઈ લો પણ'... સંસદ સભ્યપદ રદ થયા બાદ વાયનાડમાં રાહુલે કર્યું મોટું એલાન

Vaidehi

Last Updated: 06:49 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Disqualification: પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડમાં અનેક પરિવારોએ પૂરનાં કારણે પોતાના ઘરને ગુમાવ્યું છે, તેનાથી મેં શીખ્યું છે.

  • રાહુલ ગાંધીએ વાયનાડમાં BJP પર કર્યો હુમલો
  • કહ્યું હું ભારતનાં લોકોનો મુદો ઊઠાવતો રહીશ
  • હું ખુશ છું કે તેમણે મારું ઘર લઈ લીધું- રાહુલ


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વાયનાડમાં જનસભાને સંબોધિત કરતાં BJP પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે 50 વખત મારા ઘરને લઈ લો, હું વાયનાડ અને ભારતનાં લોકોનાં મુદાઓ ઊઠાવતો રહીશે. ચાર વર્ષ પહેલાં હું અહીં આવ્યો હતો અને તમારો સાંસદ બન્યો હતો. તેઓ વિચારે છે કે મારા ઘરે પોલીસ મોકલીને અથવા મારા ઘરને લઈને તે મને ડરાવી દેશે પરંતુ હું ખુશ છું કે તેમણે મારું ઘર લઈ લીધું.

સાંસદ તો બસ એક ટેગ છે- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદ તો બસ એક ટેગ છે. આ એક પદ છે તેથી ભાજપ ટેગ હટાવી શકે છે અને પદ લઈ શકે છે. તે ઘર લઈ શકે છે અને તે મને જેલમાં પણ નાખી શકે છે પરંતુ તે મને વાયનાડનાં લોકોનું પ્રતિનિધિત્વ કરવાથી રોકી નહીં શકે. મેં સંસદમાં પીએમ મોદીથી એક ઉદ્યોગપતિને લઈને પ્રશ્ન પૂછ્યો કે અદાણી સાથે પોતાના સંબંધને એક્સપ્લેન કરો. પહેલીવાર તમે જોયું કે સરકારે જ સંસદને ચાલવા ન દીધી. કંઈપણ થઈ જાય પરંતુ હું થોભવાનો નથી.

અયોગ્ય ઘોષિત થયાં બાદ પહેલીવાર વાયનાડ પહોંચ્યાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભાની સદસ્યતાથી અયોગ્ય ઘોષિત થયા બાદ મંગળવારે પહેલીવાર વાયનાડ પહોંચ્યાં હતાં. તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતી. કલપેટ્ટામાં રાહુલ ગાંધીનાં સ્વાગત માટે યૂડીએફનાં નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ