ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Rahu and Budh Yuti Effects, These Zodiac Sign to get Lucky

રાશિફળ / 18 વર્ષ પછી બુધ ગ્રહે રાહુ સાથે બનાવી યુતિ, ત્રણ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મળશે સફળતા

Published By: Vidhata

Last Updated: 02:40 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ અને રાહુની યુતિ બની છે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.

ADVERTISEMENT

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ 9 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશી ગયો છે, જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ 18 વર્ષ પછી બની છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2006માં મીન રાશિમાં બંને ગ્રહોની યુતિ બની હતી. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોની યુતિની અસર જોવા મળશે. ત્યારે એવી 3 રાશિઓ છે કે જેના પર આ યુતિનો ખૂબ જ સારો પ્રભાવ પડશે અને તેમની નસીબ ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિના જાતકોને સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ - 

કુંભ રાશિ 

બુધ અને રાહુની યુતિ કુંભ રાશિનાં જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી ધન અને વાણીના ભાવ પર આ યુતિ બની રહી છે. તેથી, આ સમયે તમને અણધાર્યા પૈસા મળી શકે છે. અંગત જીવનમાં, તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. આ દરમિયાન, તમને તમારી કમાણી વધારવા માટે ઘણી મોટી તકો મળશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

તુલા રાશિ 

તુલા રાશિના જાતકો માટે બુધ અને રાહુની યુતિ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર બની રહી છે. તેથી, આ સમયે તમને કોર્ટના કેસોમાં સારી સફળતા મળી શકે છે. આ સમયે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશો. તેમજ આ સમયગાળા દરમિયાન તમે પહેલા કરતા આર્થિક રીતે વધુ મજબૂત રહેશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ઘણો સારો છે. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સાનુકૂળ છે.

વધુ વાંચો: મીનનું થશે મંગળ ગોચર, સાવધાન રહે આ 5 રાશિના જાતકો, નહીંતર થઇ શકે છે અમંગળ

કર્ક રાશિ 

રાહુ અને બુધની યુતિ કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી નવમા ભાવમાં થઈ રહી છે. તેથી, અત્યારે તમારું નસીબ ચમકી શકે છે. સાથે જ તમે નાની કે મોટી યાત્રા પર પણ જઈ શકો છો. સાથે જ આ યુતિ કારકિર્દી વૃદ્ધિ અને સારા સમાચાર આપશે. ઉપરાંત, તમારા માટે પ્રમોશનની તકો છે. તમે કોઈપણ શુભ અથવા ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Rahu and Budh Yuti Effects Rashifal zodiac sign રાશિફળ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ