આફત /
કોરોના વકરતા આ રાજ્યમાં શાળાઓ ફરીવાર બંધ કરવાનો લેવાયો નિર્ણય, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
Team VTV11:18 AM, 13 Mar 21
| Updated: 11:21 AM, 13 Mar 21
પંજાબ સરકારે શુક્રવારે 4 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લગાવવાના નિર્ણય બાદ તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબમાં કોરોના સંકટ ઘેરાયું
રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ કરવાનો લેવાયો નિર્ણય
વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર પડે તો આવી શકે છે સ્કૂલે
એજન્સી અનુસાર, રાજ્યના કુલ 8 જિલ્લામાં લુધિયાના, પટિયાલા, મોહાલી, ફતેહગઢ, સાહિબ, જલંધર,નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.
તમામ શાળાઓ કરાઇ બંધ
શિક્ષણ વિભાગે સરકારી અને ખાનગી સ્કૂલ સહિત તમામ ક્લાસિસ માટે પ્રેપરેટરી લીવની જાહેરાત કરવામાં આવી છે જેની જાણકારી શિક્ષણમંત્રી વિજય ઇંદર સિંગલાએ આપી હતી. તેમણે કહ્યું કે, શાળાઓમાં શિક્ષકો હાજર હશે અને કોરોનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર પડે તો આવી શકે છે સ્કૂલે
વધુમાં તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ પરિક્ષા માટે શિક્ષકોની મદદ લેવા ઇચ્છે છે તેઓ સ્કૂલે આવી શકે છે અને આગામી સમયમાં કોવિડ-19ના નિયમનોને ધ્યાને લઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ કોરોનાએ વધારી છે ચિંતા
ઔરંગાબાદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ મામલાની કુલ સંખ્યા57755 છે. જેમાં 5569 એક્ટિવ કેસ છે. એક અધિકારીઓ જણાવ્યું કે કર્ફ્યુ શનિવારે મધ્ય રાતથી શરુ થઈ સોમવાર સવારે 6 વાગ્યા સુધી ખતમ થશે. તેમણે જણાવ્યું કે જિલ્લાની નગરપાલિકા પરિષદો, નગર પંચાયતો અને આ સીમાઓની બહાર 3 કિલોમીટર વિસ્તારમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે સરકારી કાર્યાલયો, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓમાં લાગેલા વાહનોને કર્ફ્યૂમાં છુટ આપવામાં આવી છે.
પંજાબના પાંચ જિલ્લામાં નાઈટ કર્ફ્યુ
પંજાબમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચેપના ફેલાવાને અટકાવવા પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ સહિત મોહાલીમાં વહિવટીતંત્ર દ્વારા નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ રાતના 11 થી સવારના પાંચ સુધી અમલમાં રહેશે. છેલ્લા 24 કલાકમાં પંજાબમાં કોરોનાના 1310 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 18 લોકોના મોત થયા છે.પંજાબના આરોગ્યપ્રધાન બલબીર સિંહ સિદ્ધુએ જણાવ્યું કે અમે એક દિવસમાં 30,000 ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. હાલમા તો રાજ્યમાં સંપૂર્ણ લોકાડાઉન લાદવાનું કોઈ આયોજન નથી અને લોકડાઉનનો અંગેનો કોઈ નિર્ણય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ કરશે. જો પંજાબમાં કોરોનાની ગતિ ન અટકી તો હજુ બીજા પણ આકરા પ્રતિબંધો લાગુ પાડવામાં આવી શકે છે. રાજ્યના નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ હોવા છતાં પણ મનપ્રીત સિંહ બાદલ ગૃહમાં હાજર રહીને નાણા બજેટ રજૂ કર્યું હતું જેને કારણે ધારાસભ્યો અને મુખ્યમંત્રીના પણ કોરોના પોઝિટિવ હોવાનો ખતરો વધી ગયો છે.