બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનમાં આતંકનો ખોફ, પ્રેક્ષકો વગર રમાશે PSL 2026, તાલિબાનના હુમલા બાદ સ્ટેડિયમ કર્યા સીલ
Last Updated: 08:13 PM, 22 March 2026
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 26 માર્ચ 2026 થી શરૂ થનારી PSL ની આ સીઝન પડકારોથી ભરેલી છે. દેશમાં સુરક્ષાની સ્થિતિ જોતા 25 થી 30 હજાર લોકોને સ્ટેડિયમમાં એકઠા કરવા જોખમી છે. અફઘાનિસ્તાન સરહદેથી થતા હુમલા અને તાલિબાનની સક્રિયતાને કારણે ખેલાડીઓ અને પ્રેક્ષકોની સુરક્ષા સર્વોપરી છે. આથી, સરકારે સ્ટેડિયમમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનના ૬ શહેરોમાં યોજવાની યોજના હતી, પરંતુ હવે સુરક્ષાના કારણોસર તેને માત્ર કરાચી અને લાહોર સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT

મોહસિન નકવીએ વધુમાં ઉમેર્યું કે PSL એ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે અને તેમાં અનેક વિદેશી ખેલાડીઓ સામેલ છે, તેથી ટૂર્નામેન્ટ રદ કરવી શક્ય નથી. જોકે, વર્તમાન સંજોગોમાં દેશમાં ઈંધણ સંકટ પણ છે, જેના કારણે લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. શાળાઓ બંધ છે. 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરવામાં આવ્યું છે અને ઈદની રજાઓ પણ લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં ભીડ એકઠી કરવી એ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની શકે તેમ છે. આ નિર્ણય વડાપ્રધાન શહેબાઝ શરીફ અને ટોચના લશ્કરી અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
PCB એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ચાહકોએ પહેલેથી જ ટિકિટ ખરીદી લીધી છે, તેમને આગામી 72 કલાકમાં સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી માલિકોને થતા નુકસાન માટે બોર્ડ ગેટ મનીનું વળતર આપશે. આ વર્ષે PSL માં પ્રથમ વખત 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં હૈદરાબાદ કિંગ્સમેન અને રાવલપિંડી પિંડીઝ જેવી નવી ટીમોનો સમાવેશ થાય છે. 26 માર્ચ થી 3 મે દરમિયાન કુલ 44 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ૩ મે ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ ત્યાં પણ સ્ટેન્ડ્સ ખાલી રહેશે.
આ પણ વાંચોઃ રેસ્ટોરેન્ટ, હોટલ અને ઢાબાઓ ફરી ધમધમતા થશે, 23 માર્ચથી કોમર્શિયલ ગેસની ફાળવણી 50 ટકા કરાશે
ADVERTISEMENT
પાકિસ્તાનમાં આર્થિક કંગાળીયત અને સરહદી વિવાદોએ સામાન્ય જનજીવન સાથે રમતગમતને પણ વેતર્યું છે. વિદેશી ખેલાડીઓની સુરક્ષા માટે પાકિસ્તાની સેનાના ખાસ કમાન્ડો તૈનાત કરવામાં આવશે. નકવીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે રમત ચાલુ રહે, ભલે તે ટેલિવિઝન પર જોવામાં આવે, પરંતુ અમે કોઈ પણ જીવ જોખમમાં મૂકી શકીએ નહીં. આતંકવાદના આ માહોલમાં પાકિસ્તાન માટે PSL નું સફળતાપૂર્વક આયોજન કરવું એ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. ક્રિકેટ જગતમાં આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે, કારણ કે પ્રેક્ષકો વગર ક્રિકેટનો ઉત્સાહ ફિક્કો પડી જવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.