ભલે ઇન્ક્રીમેન્ટ થવામાં હજુ પણ આશરે 6 મહિનાનો સમય હોય. પરંતુ નોકરિયાત લોકો માટે અત્યારથી ખુશખબરી આવી ગઇ છે. દેશમાં આવતા નાણાકીય વર્ષમાં વેતનમાં 10 ટકા વૃદ્ધિ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આશ્વર્યની વાત તો એ છે કે ગ્લોબલ વેપારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે રૂપિયાની સ્થિતિ પણ નબળી થતી જઇ રહી છે. તેમ છતાં પણ આ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં મોંઘવારીનું સ્તર 4.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગત વર્ષે આ આંકડો 5 ટકાનો હતો.
સર્વે રિપોર્ટ અનુસાર ચીનમાં વેતન વધારો 6.9 ટકા સિંગાપોરમાં 4 ટકા ઓસ્ટ્રેલિયામાં 3 ટકા અને ઇન્ડોનેશિયામાં 8.3 ટકાનો વધારો થઇ શકે છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સેલેરીમાં આ ક્ષેત્રની બાકીના દેશોના સરખામણીએ વધારો સતત જોવા મળી રહ્યો છે. એ આ વાતનો સંકેત છે કે અહીંનો આર્થિક વૃદ્ધિ દર સ્થિક છે. આર્થિક સુધાર જારી છે અને તમામ ક્ષેત્રોમાં લોકો આશાવાદી છે.
રિપોર્ટ અનુસાર દેશમાં પાંચ વર્ષમાં સેલેરીમાં વૃદ્ધિ દર 10 ટકાની આસપાસ જ રહ્યો છે. વર્ષ 2015માં આ વૃદ્ધિ 10.4 ટકા રહી 2016 2017 અને 2018માં આ વૃદ્ધિ દર 10 ટકા આસાપસ રહી છે. રિપોર્ટ અનુસાર ફાર્મા ક્ષેત્રમાં સેલેરીમાં સૌથી સારો વધારો જોવા મળી શકે છે. વલર્ષ 2019 માટે આ ક્ષેત્રમાં સેલેરીમાં 10.3 ટકાનો વધારો થઇ શકે છે. જો કે રિટેલ ક્ષેત્રમાં પણ 10 ટકાની આસપાસ સેલેરીનો વધારો થશે.