બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Prime Minister Narendra Modi feeds an elephant at Theppakadu elephant camp

PHOTOS / વાઘના જંગલમાં પહોંચ્યા PM મોદી: હાથીને ખવડાવી શેરડી, ખુલ્લી જીપમાં કરી સવારી, ફોટોગ્રાફી પણ કરી

Dinesh

Last Updated: 12:41 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થેપ્પકાડુ હાથી કેમ્પમાં હાથીને શેરડી ખવડાવી હતી તેમજ જંગલમાં વિવિધ ફોટોગ્રાફી પણ કરી હતી

  • PM મોદી થેપ્પકાડુ ખાતે ખુલ્લી જીપમાં સવારી કરી
  • PM મોદીએ હાથીને શેરડી ખવડાવી હતી
  • જંગલમાં વિવિધ ફોટોગ્રાફી પણ કરી હતી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 એપ્રિલે કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી છે. આ દરમિયાન PM મોદીની અનેક તસવીર સામે આવી છે જેમાં તેઓના હાથમાં એડવેન્ચર સ્લીવલેસ જેકેટ જોવા મળી રહ્યું છે અને પીએમ મોદી બ્લેક ટોપી, ખાકી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને બ્લેક શૂઝ પહેરેલા જોવા મળી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થેપ્પકાડુ હાથી કેમ્પમાં હાથીને શેરડી ખવડાવતા નજરે ચડ્યાં છે. 

PMએ થેપ્પકાડુ ખાતે ખુલ્લી જીપમાં સવારી કરી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થેપ્પકાડુ ખાતે ખુલ્લી જીપમાં સવારી કરી હતી અને તેમણે હાથીઓને શેરડી ખવડાવી હતી. તેઓ હાથીઓ સાથે હળવાસમાં જોવા મળ્યા હતા. તેમણે હાથીઓ પર હાથ ફરેવી પંપાળ્યા હતા તેમજ તેમણે જંગતમાં વિવિધ ફોટોગ્રાફી પણ કરી હતી

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, "નયનરમ્ય બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સમય વિતાવ્યો અને ભારતના વન્યજીવન, કુદરતી સૌંદર્ય અને વિવિધતાની ઝલક મેળવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થેપ્પકાડુ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી તેમજ PM મોદીએ કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની પણ મુલાકાત લીધી હતી. 

વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કરશે PM
આપને જણાવી દઈએ કે, 'પ્રોજેક્ટ ટાઈગર'ના 50 વર્ષ પૂર્ણ થવા પર મૈસુરમાં એક મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વાઘની સંખ્યાના નવા આંકડા પણ જાહેર કરશે. આ સાથે જ વડાપ્રધાન મરાજનગર જિલ્લાના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી શિબિરની પણ મુલાકાત લેશે અને હાથી શિબિરના મહાવત સાથે પણ વાતચીત કરશે.

પીએમ મોદીએ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આ એ જ એલિફન્ટ કેમ્પ છે જ્યાં ઓસ્કાર વિનિંગ ફિલ્મ 'ધ એલિફન્ટ વિસ્પર્સ'નો રઘુ પણ અહીં જ રહે છે. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' ભારતની પ્રથમ ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ