બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Prime Minister Modi given highest civilian honor to Bhutan, PM Modi said this honor is dedicated to the country

HONOUR / ભૂટાને PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, સ્વીકારતા કહ્યું આ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત

Vishal Dave

Last Updated: 06:59 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

ભૂટાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આ રીતે, તેઓ ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો'થી સન્માનિત કર્યા. પીએમ મોદીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

શું કહ્યું પીએમ મોદીએ?

સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'આજનો દિવસ એક ભારતીય તરીકે મારા જીવનનો એક મોટો દિવસ છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દરેક પુરસ્કાર પોતાનામાં વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ અન્ય દેશ તરફથી એવોર્ડ મળે છે, ત્યારે તે આત્મવિશ્વાસ મજબૂત કરે છે કે આપણા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો જેટલા પ્રાચીન છે એટલા જ નવા અને સમકાલીન પણ છે. 2014માં જ્યારે હું ભારતનો વડાપ્રધાન બન્યો ત્યારે મારી પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભૂતાનની મુલાકાત લેવી સ્વાભાવિક હતું. 10 વર્ષ પહેલા ભૂટાન દ્વારા આપવામાં આવેલ સ્વાગત અને ઉષ્માએ વડાપ્રધાન તરીકે મારી ફરજ મુલાકાતની શરૂઆતને યાદગાર બનાવી દીધી હતી.

 

આ પણ વાંચોઃ કેજરીવાલ જ સૂત્રધાર, કોર્ટમાં ઈડીના ચોંકાવનારા દાવા, 600 કરોડનો મોટો ખુલાસો

પીએમ મોદીએ લખેલા ગીત પર ગરબા કરવામાં આવ્યા હતા

PM મોદી શુક્રવારે બે દિવસની સરકારી મુલાકાતે ભૂટાનની રાજધાની થિમ્પુ પહોંચ્યા હતા. અહીં પારો એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું એરપોર્ટ પર ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ સ્વાગત કર્યું હતું. પારો ઈન્ટરનેશનલ એરપોર્ટથી થિમ્પુ સુધીના 45 કિમી લાંબા રૂટને ભારત અને ભૂટાનના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને રૂટની બંને બાજુએ ઉભેલા ભૂટાની લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજધાનીમાં પીએમ મોદીના સન્માનમાં આયોજિત કાર્યક્રમોમાં ઘણી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી, જેમાં સૌથી મહત્વપૂર્ણ ગરબા પ્રેઝન્ટેશન હતું, જેના ગીતના શબ્દો ખુદ પીએમ મોદીએ લખ્યા છે.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ