બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Prices double in rainy season Phulavar Rs 100 per kg instead of Rs 50

મોંઘવારી / વરસાદી સિઝનમાં ભાવ થયા ડબલઃ ફુલાવર 50ના બદલે 100 રૂપિયે કિલો, મરચાના ભાવ પણ તમને લાગશે તીખા

Kishor

Last Updated: 10:16 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં થયેલ મેઘકહેરને લઇને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું છે આથી હાલ બજારમાં શાકભાજીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો છે.

  • શાકભાજીના ભાવ આસમાને
  • ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • શાકભાજીની આવક ઘટતા વધ્યા ભાવ

ભારે વરસાદની તબાહી બાદ હવે બજારમાં શાકભાજીની તંગીસર્જાતાં ભાવ સળગી ગયા છે. શાકભાજીના ભાવમાં થયેલ અસહ્ય વધારાને લઇને ગૃહિણીયોનું બજેટ ખોરવાયું છે. શાકભાજીમાં 80 ટકા થી માંડી 100 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. જેમાં પહેલાં જે શાકભાજી 30થી 40 રૂપિયા કિલોના ભાવથી વેચાતી હતી તેના ભાવ અત્યારે 80 થી 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આમ 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકતા ગૃહીણીઑમાં દેકારો બોલી ગયો છે.

80 થી 100 ટકા સુધીનો વધારો
ચોમાસામાં શાકભાજીના ભાવ વધી રહ્યો છે. પણ હાલ ભારે વરસાદને પગલે માર્કેટમાં શાકભાજી ઓછા આવી રહ્યાં છે. જેને લઈને  શાકભાજીના ભાવ સળગી રહ્યા છે. શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આથી શાકભાજીની આવક બજારમાં ઓછી થઈ રહી છે. આથી તેના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જો આજ રીતે વરસાદ વરસતો રહેશે, તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. 
 

  • ફુલાવર ભાવ પહેલા 50 રૂપિયા અને અત્યારે 100 રૂપિયા પ્રતિ કિલો
  • મરચા પહેલાનો ભાવ 60 અને હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો
  • કોબીજનો પહેલાનો ભાવ 40 જ્યારે હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો
  • ગાજરનો પહેલાના ભાવ 50 અને હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો
  • ગુવારનો પહેલાનો ભાવ 80 અને હાલનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો 
  • ભીંડાના પહેલાનો ભાવ 70 અને હાલનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલો
  • દૂધીનો પહેલાનો ભાવ 30 અને હાલનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ