બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / pregnant indian tourist dies due to late hospitalization portugal health minister marta temido resigns

જવાબદારી / હોસ્પિટલમાં જગ્યા ન મળતા ગર્ભવતી ભારતીય મહિલાનું મોત: પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીએ પદ પરથી રાજીનામું આપી દીધું

Pravin

Last Updated: 03:43 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ગર્ભવતી ભારતીય મહિલાને પોર્ટુગલની હોસ્પિટલમાં જગ્યા ન મળતા આ મહિલાનું મોત થયા બાદ ત્યાંના સ્વાસ્થ્ય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

  • પોર્ટુગલમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો 
  • ભારતીય મહિલા પર્યટકનું મોત થતાં સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપી દીધું
  • ભારતીય મહિલા પ્રેગ્નેટ હતી અને તેને હોસ્પિટલમાં જગ્યા મળી નહોતી

પોર્ટુગલના સ્વાસ્થ્યમંત્રી માર્તા ટેમિડોએ એ રિપોર્ટ્સ સામે આવ્યાના થોડા કલાકોમાં જ રાજીનામું આપી દીધું, જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે, મેટરનિટી વોર્ડમાં જગ્યા ન હોવાના કારણે એક ગર્ભવતી મહિલા પર્યટકને ભરતી ન કરતા તેનું મોત થઈ ગયું છે. ભરતી થવા માટે લિસ્બનમાં હોસ્પિટલના ચક્કર કાપવા દરમિયાન 34 વર્ષિય ભારતીય મહિલા કથિત રીતે કાર્ડિયક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગલમાં આ પ્રકારની ઘટના સામે આવી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અહીંની હોસ્પિટલમાં મેરનિટી વોર્ડમાં સ્ટાફની ભારે કમી છે. 

માર્તા ટેમિડો 2018થી પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી હતા. તેમણે કોરોના મહામારીની ભયાનકતાથી પોતાના દેશને સફળતાપૂર્વક બહાર કાઢવાનો શ્રેય આપવામાં આવે છે. પણ મંગળવારે, સરકારે એક નિવેદનમાં કહ્યું કે, ટેમિડોને એવો અહેસાસ થયો કે, તેમની પાસ હવે આ પદ પર રહેવાનું કોઈ કારણ નથી, પોર્ટુગલની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી એંટોનિયો કોસ્ટાએ કહ્યું કે, ગર્ભવતી ભારતીય મહિલા પર્યટકનું મોતના કારણે ડો. ટેમિડોએ રાજીનામું આપવું પડ્યું.

સાંતા મારિયા હોસ્પિટલમાં નિયોનેટોલોજી યુનિટમાં જગ્યા ન મળી

આ ઘટના બાદ પોર્ટુગલ સરકારે મેટરનિટી યુનિટ્સમાં કર્મચારીઓની કમીના નિવારણ તેમાંથી અમુકને હંગામી ધોરણે બંધ કરવા અને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલની વચ્ચે જોખમભર્યા સ્થાળાંતરણથી પસાર થવા માટે મજબૂર કરવા માટે ભારે ટિકાનો સામનો પડી રહ્યો છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે, પોર્ટુગલની સૌથી મોટી હોસ્પિટલ, સાંતા મારિયા, જે રાજધાની લિબ્સનમાં આવેલી છે, તેના નિયોનેટોલોજી યુનિટમાં જગ્યા નહોતી, એટલા માટે ગર્ભવતી પર્યટક મહિલાને ભરતી કરવામાં આવી નહીં, બીજી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

ઈમરજન્સી સિજેરિયન સેક્શન બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક ઈમરજન્સી સિજેરિયન સેક્શન બાદ તેના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. જે હેલ્થી છે. મહિલાના મોતના તપાસ થઈ રહી છે. હાલના મહિનામાં પોર્ટગુલમાં આવી રીતની ઘટનાઓ આવી છે, જેમાં બે અલગ અલગ શિશુઓના મોત થઈ ગયા છે. કારણ કે, ગર્ભવતી મહિલાઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ટ્રાંસફર દરમિયાન તેમને ડિલીવરીમાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો. પોર્ટુગલમાં સ્વાસ્થ્ય કર્મીઓની ભારે કમી  છે. ખાસ કરીને સ્ત્રી રોગ અને પ્રસૂતિમાં સ્ટાફની કમી છે. આ જ કારણ છે કે, સરકારે વિદેશમાંથી હેલ્થ સ્ટાફ આઉટસોર્સ કરવા પડે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ