ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / prakash-javadekar-says-cinema-halls-to-be-opened-with-full-capacity-from-february-time-to-be-kept-between-2-shows

નિર્ણય / ફિલ્મરસિયાઓ આનંદો...આ મહિનાથી 100 ટકા ક્ષમતા સાથે ખૂલી શકે છે સિનેમાહૉલ, સરકારે આપી માહિતી

Published By: Nirav

Last Updated: 09:59 PM, 31 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સિનેમાઘરોને 100 ટકા ક્ષમતા સાથે ખોલવા માટે ફેબ્રુઆરીમાં મંજૂરી મળી શકે છે.

ADVERTISEMENT

  • ફિલ્મ શોકીનો માટે મહત્વના સમાચાર 
  • ફેબ્રુઆરી મહિનાથી ખૂલી શકે છે સિનેમાઘર
  • પૂરી દર્શક ક્ષમતા સાથે મળી શકે છે મંજૂરી

કોરોના લોકડાઉનને કારણે બંધ થયેલા સિનેમા ઘરો ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 100 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ હવે ફેબ્રુઆરીમાં ખુલી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે વધુને વધુ ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહિત કરીશું. અને બે શો વચ્ચે થોડો સમયનો ગેપ રાખવામાં આવશે જેથી કોઈ અનાવશ્યક ભીડ ન રહે.

તાજેતરમાં જ ગૃહ મંત્રાલય દ્વારા અપાઈ હતી મંજૂરી 

મહત્વનું છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં બે પ્રેક્ષકો વચ્ચેની ખુરશીને ખાલી રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો કે મોટાભાગના સિનેમા હોલ સંપૂર્ણ ક્ષમતા ન ખોલવાને કારણે ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મ્સ થિયેટરોમાં રજૂ કરવામાં રસ ધરાવી નથી રહ્યા. 

કેન્દ્રીય સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરે એમ પણ કહ્યું હતું કે, OTT પ્લેટફોર્મ પર ચાલતી કેટલીક સીરીઝો અંગે ઘણી ફરિયાદો મળી છે. OTT ની ફિલ્મો, પ્રોગ્રામ્સને ડિજિટલ અખબાર, પ્રેસ કાઉન્સિલ, કેબલ ટેલિવિઝન અથવા સેન્સર બોર્ડના કાયદા લાગૂ પડી શકે તેમ નથી. જો કે તેમણે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં તેમની કામગીરી માટે સરળ વ્યવસ્થા જાહેર કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cinema hall IT Ministry Social Distancing prakash javdekar સિનેમા હોલ Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ